પૈસાની લેતી-દેતીના મામલે બબાલ : 3 શખ્સ સામે ફરીયાદ
જામનગરના લાલવાડી ત્રિમંદીર તરફ જતા રસ્તે ગઇકાલે સાંજે પૈસાની લેતી દેતીના મામલે પિતા પુત્ર પર પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા કયર્નિી 3 શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના લાલવાડી, નાગમતી આવાસ એ વીંગ, મ નં. 112 ખાતે રહેતા અને ટીફીન સર્વિસનો ધંધો કરતા અશોક સામજીભાઇ મકવાણા (ઉ.વ.50) ના પુત્ર વિવેકે ઉપેન્દ્ર પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા, જે પરત નહી કરતા ગઇકાલે સાંજે લાલવાડી ત્રિમંદીર તરફના રસ્તે ત્રણ આરોપી ઇકો ગાડીમાં આવ્યા હતા પૈસાની ઉઘરાણ કરી બોલાચાલ કરી, અપશબ્દો કહયા હતા.
દરમ્યાનમાં આરોપીઓએ પાઇપ, ધોકા વડે ફરીયાદી અશોકભાઇ પર હુમલો કરી મુંઢ માર માર્યો હતો અને હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદીના પુત્ર વિવેકને પણ ઘર પાસે ધોકા અને પાઇપ વડે આડેધડ માર મારી ફ્રેકચર જેવી ઇજા પહોચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં અશોકભાઇ મકવાણા દ્વારા સીટી-એ માં લાલવાડી નાગમતી આવાસની સામેની ગલીમા રહેતા ઉપેન્દ્ર મનસુખ ખાણધર, લાલવાડી જુના બે માળીયા આવાસમાં રહેતા નિરવ ઉર્ફે તોતો ભટ્ટી અને એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech