આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત પાકિસ્તાનનો બહિષ્કાર કરશે

  • May 23, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈસીસીની કોઈપણ ટૂર્નામેન્ટનું સૌથી મોટું આકર્ષણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય છે, પરંતુ કદાચ ક્રિકેટ ચાહકો લાંબા સમય સુધી બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચ જોઈ શકશે નહીં. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ બાદ હવે બીસીસીઆઈ એ પણ પડોશી દેશનો ક્રિકેટ સ્તરે બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ આઈસીસીને મેસેજ મોકલ્યો છે કે ભવિષ્યમાં બંને દેશોને એક જ ગ્રુપમાં ન રાખે.


આઈસીસીનું વાર્ષિક સંમેલન 17 થી 20 જુલાઈ દરમિયાન સિંગાપોરમાં યોજાવાનું છે. આ કોન્ફરન્સ દરમિયાન, આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટના ભવિષ્ય પર ચર્ચા થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈ આ મુદ્દાને બેઠકમાં જોરદાર રીતે ઉઠાવશે. બીસીસીઆઈએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં ન હોય.


એવી અટકળો ચાલી રહી હતી કે ભારત સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નહીં રમે, જેમાં પાકિસ્તાન પણ ભાગ લેવાનું છે. જોકે, BCCI એ આ અટકળોને નકારી કાઢી છે. આગામી મહિને શ્રીલંકામાં યોજાનાર મહિલા એશિયા કપને રદ કરવામાં આવ્યો છે કારણ કે ભારત તેમાં ભાગ નહીં લે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application