સુરત પોલીસમાં કે ડીવીઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી એમ ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ બુધવારે ડીમસીસ ર્કરવાનો હુકમ કર્યો હતો. બી એમ ચૌધરીએ ૧૯૯૩માં પીએસઆઇ પોસ્ટીંગ મેળવતા સમયે જાતિનું ખોટુ પ્રમાણપત્ર આપ્યું હતું. જે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી મળતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં બી એમ ચૌધરીએ જાતિનું પ્રમાણપત્ર ખોટુ હોવાનું સામે આવતા ડીજીપી કાર્યવાહીના ભાગરૂપે નિર્ણય લીધો હતો. જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
સુરતમાં જાતિનું ખોટું પ્રમાણપત્ર આપી નોકરી મેળવનાર સુરતના એસીપીને 32 વર્ષે ડિસમીસ કરવામાં આવ્યા છે. સુરતના કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી.એમ. ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ બુધવારે ડિમસીસ ર્કરવાનો હુકમ કર્યો હતો. બી.એમ. ચૌધરીએ ૧૯૯૩માં પીએસઆઇ પોસ્ટિંગ મેળવતા સમયે જાતિનું ખોટુ પ્રમાણપત્ર આપ્યું હતું. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી મળતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં બી એમ ચૌધરીએ જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા ડીજીપી કાર્યવાહીના ભાગરૂપે નિર્ણય લીધો હતો.
મળતી માહિતી મુજબ, સુરત પોલીસ વિભાગમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી.એમ. ચૌધરીને બુધવારે ડીજીપી વિકાસ સહાયે ડિસમીસ કરવાનો હુકમ કર્યો હતો. ગૃહ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ, એસીપી બી.એમ. ચૌધરી વિરૂદ્ધ થોડા મહિના પહેલા એક અરજી મળી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે તેમણે પીએસઆઇની ડાયરેક્ટ ભરતી સમયે રજૂ કરેલા દસ્તાવેજો પૈકી જાતિનું બોગસ પ્રમાણપત્ર આપેલું છે. જે અરજી અનુસંધાનમાં ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ આપ્યા હતા અને એસીપી બી.એમ. ચૌધરીના જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરતા તે બનાવટી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેને કારણે બુધવારે ડીજીપીએ ગૃહવિભાગની સુચના બાદ એસીપી બી.એમ. ચૌધરીને ડિસમીસ કરવાનો આદેશ કરતા તેમને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા.
ગૃહવિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, બી.એમ. ચૌધરી પોલીસ વિભાગમાં ૧૯૯૩માં ડાયરેક્ટ પીએસઆઇ તરીકે જોડાયા હતા. ત્યારબાદ ૧૦ વર્ષ બાદ પોલીસ ઇન્સ્પેક્ટરનું અને ત્યારબાદ ૨૦૧૯માં તેમને એસીપીનું પ્રમોશન મળ્યુ હતું. આમ, બોગસ પ્રમાણપત્રના આધારે તેમણે સતત ૩૨ વર્ષ સુધી નોકરી કરી હતી. હવે તેમને ડિસમીસ થયાની કાર્યવાહી બાદ બોગસ પ્રમાણપત્ર અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સરકારનો ગેરકાયદે પગાર લઇને આર્થિક નુકસાન અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેની તપાસ સિનિયર અધિકારીના સુપરવિઝનમાં કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક જ દેશી દારૂના હાટડાઓ ધમધમ્યા, જુઓ Video...
May 23, 2025 04:47 PMપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech