કાલાવડમાં જાયન્ટસ ગ્રુપનો પ્રારંભ

  • May 23, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખ તરીકે ડો.બી.એચ.પરમાર: અતિથીવિશેષ તરીકે પૂર્વ ફોરેસ્ટ ઓફિસર ઘનશ્યામસિંહ સોઢા રહ્યા ઉપસ્થિત 


જાયન્ટસ ગ્રુપનો વ્યાપ તાલુકા કક્ષાએ પણ પહોંચ્યો છે જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠક તથા કાઉન્સિલર ઓફીસર એ.ડી.જાડેજાના અથાગ પ્રયત્નોથી કાલાવડ ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગરનો પ્રારંભ થયો છે.


જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટના સ્પોન્સરશીપમાં શરૂ થયેલ ગ્રુપનો પદગ્રહણ સમારોહ જામનગર દયારામ લાયબ્રેરી ખાતે યોજાયેલ પંદર સભ્યોની ટીમ સાથે ડો.બી.એચ.પરમારને યુનીટ ડાયરેક્ટર ઉપેન વ્યાસે પદગ્રહણ કરાવ્યા હતા.


જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીના પ્રેસિડેન્ટ મુકેશભાઈની ઉપસ્થિતમાં તથા જાયન્ટસ વેસ્ટના પ્રમુખ કુમુદીબેન ડીસોઝાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પદગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ફોરેસ્ટ ઓફિસર ઘનશ્યામસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા.


અન્ય મહાનુભાવોમાં ફેડરેશન ઉપપ્રમુખ દુષ્યંતભાઈ પંડ્યા, સેક્રેટરી જયેશભાઇ ગોપયાણી, ખજાનચી જયેશભાઇ પુરોહિત,કો.ઓડીનેટર જગતભાઈ રાવલ, કાઉન્સિલર સભ્યો નિશાબેન પુંજાણી,વિરલભાઈ નાકર શાસ્ત્રી,ડો.અજયસિંહ માણેક, કમલભાઈ વ્યાસ,અતુલ મહેતા તથા જામનગરના તમામ જાયન્ટસ ગ્રુપના પ્રમુખ,સેક્રેટરી,ખજાનચી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં જાયન્ટસ સીનીયર સભ્ય,બ્લ્ડ ડોનેશન ઓફીસર એ.ડી.જાડેજાનું ફેડરેશન પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠક દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.


સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ ફેડરેશન ઉપપ્રમુખ નિમેષભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું.આભારવિધી એજ્યુકેશન ઓફીસર ડો.અજયસિંહ માણેક દ્રારા કરવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application