આજી-ન્યારી સહિત સૌરાષ્ટ્રના ડેમ માટે સૌનીનું નર્મદાનીર છોડવા મંજૂરી

  • May 23, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ અને ન્યારી-૧ ડેમ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જળાશયો માટે સૌની યોજનાનું નર્મદાનીર છોડવા સરકાર દ્વારા મંજૂરી અપાઇ છે, સૌરાષ્ટ્ર માટે કુલ ૧૬,૧૫૦ એમસીએફટી નર્મદાનીર અપાશે.

સૌરાષ્ટ્રમાં ધોમધખતા તાપમાં પણ પીવાના પાણી તેમજ સિંચાઈ માટે તમામને પૂરતું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદવહન પાઈપલાઈનો મારફત સૌરાષ્ટ્ર વિસ્તાર તથા ઉત્તર ગુજરાત વિસ્તાર માટે પીવાના તથા પૂરક સિંચાઈના હેતુસર કુલ ૩૦૬૮૯ એમસીએફટી (૮૬૯.૦૨ એમસીએમ/૦.૭૦ એમએએફ) નર્મદાના પાણીના જથ્થાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર વિસ્તારને-સૌની યોજના અંતર્ગત પીવાના પાણી માટે ૩૧૨૦ એમસીએફટી તથા સિંચાઈ માટે ૧૩૦૩૦ એમસીએફટી એમ કુલ ૧૬૧૫૦ એમ.સી.એફ.ટી.( ૪૫૭.૩૨ એમ.સી.એમ./૦.૩૭ એમ.એ.એફ.) પાણીનો જથ્થો નર્મદામાંથી આપવામાં આવશે આમ, સરકાર દ્વારા મા નર્મદાના નીરથી ઉનાળામાં પણ લોકોને ઘર-ઘર સુધી પૂરતું પાણી પહોંચાડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application