જો તમે કોઈ સારી અને મોટી રેસ્ટોરન્ટ કે હોટેલમાં જમવા જશો તો દેખીતી રીતે તમે વેઈટરને અમુક ટિપ ચોક્કસ આપશો, કારણ કે તે તમારા માટે ભોજન સર્વ કરે છે અને જ્યારે પણ તમે બોલાવો ત્યારે દોડીને આવે છે. એવા ઘણા લોકો છે જેઓ વેઈટરોને હજારો અને લાખો રૂપિયાની ટિપ આપે છે, જે મળ્યા બાદ તેઓ પણ ખુશ થઈ જાય છે. હાલમાં આવી જ એક મહિલા વેઈટર સમાચારમાં છે. વધુ ટિપ્સ મેળવવા માટે તેણે એવી પદ્ધતિ અપનાવી કે થોડા જ દિવસોમાં તેને ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની ટિપ્સ મળી ગઈ.
ઘણીવાર એવું જોવા મળે છે કે વેઈટર્સની સારી સેવા અને ગ્રાહકો પ્રત્યેનું તેમનું નમ્ર વલણ વધુ ટિપ્સ મેળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, વેઈટર્સનો આકર્ષક દેખાવ પણ ઘણીવાર ગ્રાહકોને ખુશ કરવામાં મદદ કરે છે, પરંતુ આ મહિલાને ફક્ત તેની હેરસ્ટાઇલ બદલીને એટલી ટિપ મળી કે તમે કલ્પના પણ નહીં કરી શકો. મહિલાએ તેની શિફ્ટ દરમિયાન ઘણી અલગ-અલગ હેરસ્ટાઇલ બદલી અને તેને ટિપ તરીકે લગભગ 1.3 લાખ રૂપિયા મળ્યા.
રિપોર્ટ અનુસાર, સેમ મેકકોલ નામની આ મહિલાએ પોતાના ટીક ટોક હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, 'હું સર્વર હેર થિયરી અજમાવી રહી છું કે મને કઈ રીતે વધુ ટિપ્સ મળે છે'. વિડિયો મુજબ, તેણીએ તેના લાંબા ભુરા વાળને રંગબેરંગી હેડસ્કાર્ફ સાથે સ્ટાઈલ કર્યા અને તેને ટિપ તરીકે 310 ડોલર મળ્યા, જ્યારે બીજા દિવસે તેણીએ તેના કપાળ પર બેન્ડ વડે ડચ બન બનાવી, જેના પછી તેણીને 428 ડોલર એટલે કે આશરે રૂ. 36 હજારની ટિપ મળી.
તેવી જ રીતે, ત્રીજા દિવસે તેણે મેસી બન અજમાવ્યો અને તેમાંથી તેને 392 ડોલર એટલે કે લગભગ 33 હાજર ટીપ તરીકે મળ્યા. આ પછી પણ એક દિવસ તેણે પોતાની હેરસ્ટાઈલનો બીજો પ્રયોગ કર્યો અને આ વખતે તેને 465 ડોલર એટલે કે લગભગ 39 હજાર રૂપિયા ટીપમાં મળ્યા. સેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક યુઝર્સે કહ્યું કે તેમને વ્યવસ્થિત હેરસ્ટાઈલવાળા સર્વર્સ ગમે છે, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, 'મેં પણ એક વખત આવી જ હેરસ્ટાઈલનો પ્રયોગ કર્યો હતો અને તે કામ કર્યું હતું, પરંતુ મને પુરુષોની નજર ગમતી નહોતી.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech