ટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો

  • April 04, 2025 10:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફની જાહેરાત બાદ અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 4 એપ્રિલના રોજ ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં લગભગ 1,450 પોઈન્ટ (3.59%) નો ઘટાડો થયો હતો અને તે 39,090 ના સ્તરે પહોંચ્યો હતો. એક દિવસ પહેલા પણ ડાઉ જોન્સમાં 3.98% નો ઘટાડો થયો હતો. આમ, બે દિવસમાં ડાઉ જોન્સ 7% થી વધુ ઘટ્યો છે.


આ સાથે, S&P 500 ઇન્ડેક્સમાં પણ લગભગ 220 પોઈન્ટ (4.06%) નો ઘટાડો થયો હતો અને તે 5,180 ના સ્તરે આવી ગયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 740 પોઈન્ટ (4.47%) ઘટીને 15,800 ના સ્તરે પહોંચ્યો હતો. બોઇંગ, ઇન્ટેલ, ગોલ્ડમૅન સૅક્સ અને ડાઉ INC જેવી મોટી કંપનીઓના શેરમાં 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application