ઓસ્ટ્રેલિયાના મુખ્ય પેન્શન ફંડ સાયબર હુમલાનો શિકાર બન્યા છે. હેકર્સે 20,000થી વધુ ખાતાઓ સુધી અનધિકૃત પ્રવેશ મેળવ્યો અને લાખો ડોલરની છેતરપિંડી કરી. ઓસ્ટ્રેલિયનસુપર અને ઓસ્ટ્રેલિયન રિટાયરમેન્ટ ટ્રસ્ટ સહિત ઘણા ફંડ પ્રભાવિત થયા છે. સરકાર અને સાયબર સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે સુરક્ષા પગલાંને કડક કરવાનું આશ્વાસન આપ્યું છે.
હેકર્સે ઓસ્ટ્રેલિયાના મુખ્ય પેન્શન ફંડને નિશાન બનાવ્યા છે. તેમણે 20,000થી વધુ ખાતા હેક કર્યા છે. રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંયોજક મિશેલ મેકગિનીસે કહ્યું કે તેમને દેશના 4.2 ટ્રિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના નિવૃત્તિ બચત ક્ષેત્રમાં ખાતાને નિશાન બનાવતા સાયબર અપરાધીઓની જાણકારી હતી.
દેશના સૌથી મોટા ફંડ ઓસ્ટ્રેલિયનસુપરે આની પુષ્ટિ કરી છે. તે 35 લાખ સભ્યો માટે 365 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનું સંચાલન કરે છે. ઓસ્ટ્રેલિયનસુપરે કહ્યું છે કે એકાઉન્ટ સુધી પહોંચ અને છેતરપિંડી માટે 600 સભ્યોના પાસવર્ડ ચોરાયા છે. મુખ્ય સભ્ય અધિકારી રોઝ કેર્લિને કહ્યું કે અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને સભ્યોને તેની જાણકારી આપી.
20,000 એકાઉન્ટને કર્યા હેક
સૂત્ર અનુસાર, ચાર ઓસ્ટ્રેલિયનસુપર સભ્યોના ખાતામાંથી કુલ પાંચ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર કાઢીને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 24 લાખ સભ્યો માટે 300 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનું સંચાલન કરનાર બીજું સૌથી મોટું ફંડ ઓસ્ટ્રેલિયન રિટાયરમેન્ટ ટ્રસ્ટે કહ્યું કે અસામાન્ય લોગિન પ્રવૃત્તિ જોવા મળી હતી. પ્રભાવિત એકાઉન્ટને લોક કરવામાં આવ્યું હતું. જો કે, કોઈ શંકાસ્પદ વ્યવહાર થયો નથી.
રિટેલ કર્મચારીઓ માટે ડિફોલ્ટ ઉદ્યોગ પેન્શન ફંડ રેસ્ટ સુપરે કહ્યું કે તેને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેનાથી લગભગ 20,000 એકાઉન્ટ પ્રભાવિત થયા છે. તેના સંચાલન હેઠળ 93 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરની સંપત્તિ છે.
હેકિંગનો જવાબ આપશે: ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ
રેસ્ટના સીઈઓ વિકી ડાયલે કહ્યું કે 29-30 માર્ચે ઓનલાઈન સભ્ય એક્સેસ પોર્ટલ પર કેટલીક અનધિકૃત પ્રવૃત્તિ વિશે જાણવા મળ્યું હતું. અમે તરત જ એક્સેસ પોર્ટલ બંધ કરી દીધું. વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે કહ્યું કે તેમને હેકિંગ વિશે જાણકારી આપવામાં આવી છે. સમય રહેતા સરકારી એજન્સીઓ તરફથી તેનો જવાબ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech