સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી – ૨૦૨૫માં છ હોદેદારો અને દસ કારોબારી સભ્યોની નક્કી કરવા માટેના ત્રિપાંખિયા જંગમાં આજે નવા કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમ વખત મતદાન સવારે ૯:૦૦ વાગ્યાથી શ થયા બાદ બપોરે ત્રણ વાગે સમય પૂરો થવા સુધીમાં કુલ ૩૬૯૯માંથી ૨૧૨૨ મત પડતા ૫૭.૩૬ ટકા મતદાન થયું હતું. મિનિ રિસેષ બાદ મતગણતરી શ થયે રાત સુધીમાં ફાઇનલ પરિણામ આવી જશે તેમ મનાય છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વન બાર વન વોટ ગાઇડલાઇન મુજબ રાજકોટ સહિત રાયભરના બાર એસોસિએશનોની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા ૩,૬૯૯ની સભ્ય સંખ્યા ધરાવતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે બી વિંગમાં પહેલા માળે પ્રથમ વખત જ મતદાન શ થયું હતું. સવારે પ્રથમ બે કલાકમાં ૪૦૦થી વધુ મત પડા હતા. ત્યારબાદ મતદાનમાં ગતિ આવતા બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં ૧૨૦૦ થી વધુ મત પડી ગયા હતા. આ ચૂંટણીમાં ત્રણ વખત ચૂંટાયેલા હાલના પ્રમુખ બકુલ રાજાણીની એકિટવ પેનલ, ભાજપ લીગલ સેલ સમર્થિત દિલીપભાઈ જોષીની કાર્યદક્ષ પેનલ અને બીસીઆઈ મેમ્બર દિલીપભાઈ પટેલ પ્રેરિત પરેશ માની સમરસ પેનલ વચ્ચે ત્રિપાંખિયા જંગમાં આજે સવારથી વરિ ધારાશાક્રીઓ તુષાર ગોકાણી, સુરેશ ફળદુ, પંકજ દોંગા, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, ગાયત્રીબા વાઘેલા, બકુલ રાજાણી, જયુભાઈ શુકલ, દિલીપભાઈ મીઠાણી, કોંગી અગ્રણી વિરલ ભટ્ટ પરેશ કુકાવા, અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, દિલીપ પટેલ કેતન મંડ, રાજેશભાઈ ચાવડા, ગીરીરાજસિંહ જાડેજા, મનીષભાઈ ખખ્ખર, જીતેન્દ્ર પારેખ, પરેશ મા, સમીર ખીરા, સ્મીતાબેન અત્રી, બિનલ રવેશીયા, સીએચ પટેલ, અજય ચૌહાણ, હિરેન ડોબરીયા, કૈલાશ જાની, અર્જુન પટેલ, શ્યામલ સોનપાલ, શાંતનું સોનપાલ, અમિત વેકરીયા, અજય જોશી, અશ્વિન રામાણી, કિશન ટીલવા, મેહત્પલ મહેતા, મયકં પંડા, સંદીપ વેકરીયા, તેમજ સિનિયર જુનિયર વકીલોએ મતદાન કયુ હતું.
આ ચૂંટણીમાં ત્રણ પેનલો સહિતના ઉમેદવારોમાં પ્રમુખપદ માટે હરિસિંહ મનુભા વાઘેલા, દિલીપભાઈ નટવરલાલ જોષી, બકુલભાઈ રાજાણી, પરેશભાઈ ભગવાનજીભાઈ મા, અતુલકુમાર મોહનલાલ જોશી અને કૌશિક કાંતિલાલ પંડા વગેરે છ ઉમેદવારો મેદાનમાં છે. ઉપપ્રમુખમાં ત્રણ ઉમેદવારોમાં મયંકકુમાર રમણીકલાલ પંડા, નીરવકુમાર કણાશંકર પંડા અને સુમિત ધીરજલાલ વોરા, સેક્રેટરીપદમાં ચાર ઉમેદવારોમાં સંદીપ મનજીભાઈ વેકરીયા, વિનેશ કદમકાંત છાયા, કેતનકુમાર પ્રફુલચદ્રં દવે અને પરેશકુમાર મનસુખલાલ વ્યાસ. જોઇન્ટ સેક્રેટરીના બે ઉમેદવારોમાં જીતેન્દ્ર હિંમતલાલ પારેખ અને ગિરિરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા. ટ્રેઝરરમાં ત્રણ ઉમેદવારોમાં કૈલાશ જીતેન્દ્રભાઈ જાની, રાજેશ બચુભાઈ ચાવડા અને પંકજ રામજીભાઈ દોંગા, લાઇબ્રેરી સેક્રેટરીના બે ઉમેદવારોમાં રવિ ભુપેન્દ્રભાઈ ધ્રુવ અને કેતન વાજસુરભાઈ મંડ, કારોબારી સભ્ય મહિલા અનામતમાં ચાર ઉમેદવારોમાં અણા અલકા હરિલાલ પંડા, પલબેન ભાસ્કરભાઈ થડેશ્વર, હર્ષા નીરવકુમાર પંડા અને રક્ષા ગિરીશભાઈ ઉપાધ્યાય તેમજ તેમજ સામાન્ય કારોબારીની નવ બેઠકો ઉપર ૨૭ ઉમેદવારો સહિત કુલ ૫૧ ઉમેદવારો આજે નસીબ અજમાવી રહ્યા છે. આજે બપોરે ત્રણ વાગ્યે મતદાન પૂં થયા બાદ થોડી જ વારમાં મતગણતરી શ થશે, અને મોડી રાત સુધીમાં પરિણામો આવી જશે તેમ મનાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech