પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા આઠ ઇસમોની થઇ ધરપકડ

  • May 24, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જિલ્લામાં વાહન અકસ્માતના બનાવો વધ્યા છે ત્યારે તેના ઉપર બ્રેક મારવા પોલીસે કમર કસી છે અને ટ્રાફિક નિયમનો ભંગ કરનારા આઠ જેટલા વાહનચાલકો સામે ગુન્હા નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
છાયાના મહાકાલેશ્ર્વર મંદિર સામે રહેતા ચિરાગ અનિલ સોલંકી ફૂલસ્પીડે સ્કૂટર લઇને ગોઢાણીયા કોલેજ સામેથી નીકળ્યો ત્યારે પોલીસે તેને ઉભો રાખવાની કોશિશ કરતા તે નાશી ગયો હતો જેથી તેનો પીછો કરીને પેરેડાઇઝ ફૂવારા પાસેથી પકડી લેવાયો હતો અને ભારતીય ન્યાયસંહિતાની કલમ ૨૮૧ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.આશાપુરા ઘાસ ગોડાઉન પાછળ રહેતા રાજુ કાના સિંધલે નરસંગ ટેકરી પાસે ટ્રાફિકને અડચણ‚પ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. ધોરાજીના જુના ઉપલેટા રોડ પર રહેતા સકીલ ફા‚ક ચૌહાણ બાવડાવદર ગામના પાટીયા પાસે રોંગસાઇડમાં ફૂલસ્પીડે રીક્ષા લઇને નીકળતા પોલીસે ધરપકડ કરી હતી. છાયાના સાંઢિયાવાડમાં રહેતો જયદીપ લાખા મોકરીયા ચૌટાચેકપોસ્ટ પાસેથી ફૂલસ્પીડે બાઇક લઇને નીકળતા ધરપકડ થઇ છે. ઉપલેટાના રસુલપરામાં ખ્વાજનગર રોડ પર રહેતો સલમાન સલીમ મીનીવાડીયા ડ્રાયવીંગ લાયસન્સ વગર માનવજિંદગી જોખમાય તે રીતે   એકટીવા લઇને નીકળતા ચૌટા ચેકપોસ્ટ પાસેથી તેની ધરપકડ થઇ હતી. જુનાગઢના લાખાપીરની દરગાહ પાસે જમાલવાડીમાં રહેતા સલમાનમીયા હનીફમીયા સીરાજી બેકાળજીથી માનવજિંદગી જોખમાય તેમ બાઇક લઇને પોરબંદર-રાજકોટ  નેશનલ હાઇવે પર ચૌટા ચેકપોસ્ટ પાસેથી નીકળતા ધરપકડ થઇ છે. ગીરગઢડા તાલુકાના પાંડેરી ગામે રહેતા નદીમ  જાવીદ મોરી ફૂલસ્પીડે બાઇક લઇ ચૌટા ચેકપોસ્ટ પાસેથી નીકળતા ધરપકડ થઇ છે. ભાણવડના રાણીવાવ નેશમા રહેતા ભીખુ ભુટા ઘેલીયાને નંબરપ્લેટ વગરની સ્કોર્પીયો લઇને બેફામ સ્પીડે જતા  ચૌટા ચેકપોસ્ટ પાસેથી પકડી લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application