ભારતીય શેરબજાર માટે આજનો દિવસ અશુભ સાબિત થયો છે. બેન્કિંગ, મિડકેપ અને સરકારી કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 1053 પોઈન્ટ ઘટીને 70,370 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટ કેપમાં રૂ.8 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 2.26 ટકા અથવા 1043 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર હેલ્થકેર અને ફાર્મા સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેર પણ મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર અપ લેવલ પર જ્યારે 25 શેર ડાઉન લેવલ પર બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 વધ્યા અને 40 નુકસાન સાથે બંધ થયા. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. એક ડોલર સામે રૂપિયો 8 પૈસા નબળો પડ્યો અને 83.15 રૂપિયા પર બંધ થયો છે.
શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 366.04 લાખ કરોડ હતી જે અગાઉના સત્રમાં રૂ. 374.38 લાખ કરોડ હતી. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.34 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં સન ફાર્મા 4.05 %, ભારતી એરટેલ 3.37 %, ICICI બેન્ક 2.10 %, પાવર ગ્રીડ 0.27 %, બજાજ ફિનસર્વ 0.13 %ના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક 5.87 %, SBI 4.19 %, HUL 3.81 %, HDFC બેન્ક 3.45 %ના ઘટાડા સાથે બંધ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech