બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ ફેશન વર્ષ 2008માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં ફેશન ઈન્ડસ્ટ્રીની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ફિલ્મ તેના સમયની બોલ્ડ ફિલ્મોમાંની એક હતી. હવે આ ફિલ્મના પાર્ટ 2 વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે ફિલ્મ ફેશનના નિર્દેશક મધુર ભંડારકર ફિલ્મના પાર્ટ 2 પર વિચાર કરી રહ્યા છે. OTT પ્લેટફોર્મે મધુર ભંડારકરને પાર્ટ 2 માટે ઓફર પણ આપી છે.
અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું છે કે મધુર ભંડારકર ફેશનની સિક્વલના ભાગ 2ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. ફેશન 2 આજના ફેશન ઉદ્યોગ અને તેમાં થતા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રએ એ પણ માહિતી આપી છે કે મધુર ભંડારકર એક સ્ટુડિયોના સંપર્કમાં છે જે ફેશનનો ભાગ 2 બનાવવા માંગે છે. એટલું જ નહીં, એક OTT પ્લેટફોર્મ મધુર ભંડારકરનો પણ સંપર્ક કર્યો છે. જો કે, OTT પ્લેટફોર્મે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે ફેશન પાર્ટ 2 ફિલ્મ તરીકે નહીં પરંતુ વેબ સિરીઝના રૂપમાં રિલીઝ કરવામાં આવે.
મધુર ભંડારકર આગામી થોડા અઠવાડિયામાં આ મામલે નિર્ણય લઈ શકે છે. આ પછી મધુર ભંડારકર ફેશન 2 ના કાસ્ટિંગ પર કામ શરૂ કરશે. આ ફિલ્મ 20 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા
May 21, 2025 11:10 AMડેટિંગની અફવાઓ વચ્ચે, યુઝવેન્દ્ર અને મહવાશની નજદીકિયા વધી
May 21, 2025 11:09 AMદ્વારકા, ભાણવડમાં વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા
May 21, 2025 11:07 AMહૃતિક રોશન, જુનિયર એનટીઆરના દિલધડક યુદ્ધ દ્રશ્યો દર્શકોને જકડી રાખશે
May 21, 2025 11:06 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech