દેશમાં સૌપ્રથમવાર આજથી દરિયાકાંઠાના અને માર્શ (શોરબડર્સ અને વેડર્સ) પક્ષીઓની ગણતરી જામનગર સ્થિત મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં કરવામાં આવશે. ભેજવાળી અને કીચડવાળી જગ્યાએ રહેવાને કારણે સ્થાનિક લોકો તેમને માટીના પક્ષીઓ પણ કહે છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા જામનગરમાં આ ગણતરી ૫ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ ગણતરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (બીસીએસજી) સંયુકત રીતે કરશે. માત્ર માર્શ પક્ષીઓની ગણતરી કરવાનો આ પ્રથમ પ્રયાસ હશે.
ગુજરાતના મરીન નેશનલ પાર્ક અને દરિયાઈ અભયારણ્યને ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્ર્રીય ઉધાન જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં લગભગ ૩૦૦ થી વધુ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ અને માર્શ પક્ષીઓની ૫૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતના દેવભૂમિ દ્રારકા, જામનગર અને મોરબી સહિત ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી ઓખાથી નવલખી સુધીના આશરે ૧૭૦ કિમી લાંબા દરિયાકાંઠાના વિસ્તાર અને ૪૨ ટાપુઓને આવરી લે છે. દર વર્ષે લાખો સ્થાનિક અને યાયાવર પક્ષીઓ આ દરિયાઈ વિસ્તારમાં પડાવ નાખે છે. કચ્છના અખાતમાં આવેલા આ વિસ્તારને અહીં જોવા મળતા દરિયાઈ પ્રાણીસૃષ્ટ્રિ અને મેન્ગ્રોવ્સને પ્રોત્સાહન આપવા અને જાળવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સંરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ એકમાત્ર એવો વિસ્તાર છે યાં દરિયાઈ જીવનને ઓછી ભરતી વખતે પગપાળા જોઈ શકાય છે. અન્ય સ્થળોએ આ માટે સ્કુબા ડાઇવિંગની જર છે. ભૌગોલિક રીતે સેન્ટ્રલ એશિયન લાયવેનો ભાગ હોવાને કારણે આ પ્રદેશમાં પક્ષીઓની વિવિધતા સમૃદ્ધ છે. આ લાયવે યુરોપ અને એશિયામાં આર્કટિક અને હિંદ મહાસાગર પર વિસ્તરેલો છે. ખાસ કરીને ઉત્તર સાઇબિરીયાના સંવર્ધન સ્થાનોથી લઈને દક્ષિણ–પશ્ચિમ એશિયા, માલદીવ્સ અને બ્રિટિશ હિંદ મહાસાગર વિસ્તારમાં બિન–સંવર્ધન અને શિયાળાના મેદાનોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ, ખાસ કરીને જળ પક્ષીઓ તેમના વાર્ષિક સ્થળાંતર દરમિયાન આ લાયવે દ્રારા ઘણા દેશોમાંથી પસાર થઈને તેમની મુસાફરી પૂર્ણ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech