પગની ઘૂંટીમાં ગંભીર ઈજાના કારણે શમીની બ્રિટનમાં થશે સર્જરી
આઈપીએલ ૨૦૨૪ શરૂ થવામાં હજુ લગભગ એક મહિનો બાકી છે. તે પહેલા ૨૦૨૨ની ચેમ્પિયન ટીમ અને ૨૦૨૩ની રનર અપ ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. સમાચાર મુજબ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું છે કે ડાબા પગની ઘૂંટીમાં ઈજાના કારણે શમી સમગ્ર આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. શમીની ઈજા એટલી ગંભીર છે કે તેની સર્જરી પણ બ્રિટનમાં થશે.
શમી ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ બાદથી એક્શનમાં જોવા મળ્યો નથી. ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પણ તેની પસંદગી થઈ ન હતી. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ સામેની હાલની ટેસ્ટ સીરીઝ માંથી પણ બહાર થઈ ગયો હતો. શમીની ગેરહાજરી ગુજરાત માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પહેલા જ હાર્દિક પંડ્યાના ગુજરાત છોડીને ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સમાં જવાના કારણે ટીમ પહેલેથી જ નુકસાનમાં સામે છે. પંડ્યાને ગુજરાત ટાઇટન્સ દ્વારા ૨૦૨૨ની હરાજી પહેલા બે નવી ફ્રેન્ચાઇઝી – જીટી અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઉપલબ્ધ ખેલાડીઓની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ૨૦૨૨માં તેમની ડેબ્યૂ સિઝનમાં તેમને વિનર ટાઇટલ અપાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનગઢ ગુરૂકુળ એનસીસી કેમ્પ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનાર યોજાયો
May 21, 2025 03:29 PMકરૂણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કામગીરીને કલેક્ટરએ બિરદાવી
May 21, 2025 03:26 PMભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસે પ્રાર્થના કરી
May 21, 2025 03:22 PMસિહોર તેમજ ઉમરાળા, વલ્લભીપુર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા
May 21, 2025 03:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech