કરૂણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કામગીરીને કલેક્ટરએ બિરદાવી

  • May 21, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ભાવનગર કલેકટર કચેરી ખાતે કલેકટર  ડો. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને દશ ગામ દીઠ એેક ફરતા દવાખાના પ્રોજેક્ટ હેઠળ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ (એમ.વી.યુ.) ૧૯૬૨ સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજયભાઈ ઢોલાએ કમિટીના અધ્યક્ષ અને કલેકટર  ડો. મનીષકુમાર બંસલ સહિતના દરેક સભ્યોને આવકારીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.  પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર દ્વારા ૧૯૬૨ સેવામાં ભાવનગર જિલ્લામાં અલગ અલગ પેરામીટર સાથે કલેક્ટર સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મહાનગરપાલિકાની હદમાં અને ભાવનગર જિલ્લાના ૪૧૪ ગામો જે આ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે. તે દરેક ગામમાં તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવા કલેકટરએ જણાવ્યું હતું. કરુણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કરવામાં આવેલ કામગીરીને  કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ બિરદાવી હતી.
કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ (એમ.વિ.ડી.) ભાવનગર જિલ્લામાં નવી ૯ કાર્યરત છે. તેની માહિતી પ્રોજેક્ટ કોર્ડીનેટર દ્વારા આપવામાં આવી હતી અને પશુપાલકો અને ખેડૂતોને સારી રીતે સેવા આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં ૧૯૬૨ ત્રણેય પ્રોજેક્ટની કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે કમિટી દ્વારા દશ ગામ દીઠ એેક ફરતું દવાખાનુ પ્રોજેક્ટ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટનરી યુનિટ (એમ.વિ.યુ) ૧૯૬૨ સેવા દ્વારા ભાવનગર જિલ્લામાં આપવામાં આવતી સેવાની સરાહના કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ડો. કલ્પેશ બારૈયા, ડો. હિતેશભાઈ ખેર, પ્રોજેક્ટ ઓર્ડીનેટર સંજયકુમાર ઢોલા ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application