યુવતીને આઈ લવ યુ કેહેતા પહેલા ચેતજો, થઇ શકે છે જેલની સજા 

  • August 02, 2024 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સગીર યુવતીનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવા બદલ મુંબઈની વિશેષ અદાલતે 19 વર્ષના યુવકને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ સ્પેશિયલ કોર્ટના જજ અશ્વિની લોખંડેએ કહ્યું કે આરોપી દ્વારા બોલવામાં આવેલા શબ્દો ચોક્કસપણે 14 વર્ષની પીડિતાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

30 જુલાઈના રોજ આપેલા આદેશમાં કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ છેડતીનો દોષી ઠેરવ્યો હતો. જો કે તેને POCSO એક્ટની કડક કલમો હેઠળ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

ચાની પત્તી ખરીદવા ગયેલા સગીરનો હાથ પકડી લીધો હતો

ફરિયાદ મુજબ, સગીર બાળકીની માતાએ સપ્ટેમ્બર 2019માં સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની પુત્રી ચાની પત્તી ખરીદવા નજીકની દુકાને ગઈ હતી. પરંતુ રડતી રડતી ઘરે પરત ફરી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર પૂછપરછ કરતા છોકરીએ તેની માતાને કહ્યું કે બિલ્ડિંગના પહેલા માળે રહેતા એક છોકરાએ તેનો હાથ પકડીને તેને 'આઈ લવ યુ' કહ્યું.

આરોપીએ કહ્યું- તેણીએ પોતે મળવા બોલાવ્યો હતો

આરોપીએ પોતાની નિર્દોષતાનો દાવો કરીને પોતાનો બચાવ કર્યો અને દાવો કર્યો કે તેને પીડિતા સાથે પ્રેમ સંબંધ હતો અને તેણીએ તેને ઘટનાના દિવસે મળવા બોલાવ્યો હતો. 
આરોપી દ્વારા બોલવામાં આવેલા શબ્દોથી ચોક્કસપણે પીડિતાની ગરિમાને ઠેસ પહોંચી છે. ઘટના સમયે યુવતીની ઉંમર 14 વર્ષની હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો પીડિતાનું આરોપી સાથે અફેર હતું તો તેણે ડરના માર્યા તેની માતાને આ ઘટના વિશે શા માટે જણાવ્યું હશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application