અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ, માસુમ બાળકોનું દિલધડક રેસ્ક્યુ, હાથ છૂટી ગયો હોત તો યુવતીનું શું થાત, જુઓ ધબકારા વધારી દેતી તસવીરો

  • April 11, 2025 06:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પહેલા રાજકોટ, પછી સુરત અને હવે અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. શહેરના ખોખરામાં પરિષ્કાર એપાર્ટમેન્ટમાં આજે બપોર પછી 5માં માળે ભીષણ આગ લાગી હતી. આથી બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હતા અને જીવ બચાવવા માટે બેબાકળા બન્યા હતા. એક માતાએ તો પોતાના બે બાળકોના જીવ બચાવવા જીવ સટોસટનો ખેલ ખેલ્યો હતો. ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને દેકારો કરી મુક્યો હતો. 


આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ ગજબની હિંમત દાખવી હતી. પહેલા તેમણે ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીને ઉંચકીને ઉતારી, પછી નાની દીકરીને ઉતારી હતી. ત્યારબાદ પોતે પણ લટકી ગઈ અને માંડ માંડ બચી હતી. નીચેના માળે ઉભા બે યુવકે તેના બે પગ પકડી રાખ્યા હતા. જો હાથમાંથી છૂટી જાત તો શું થાત એવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. ​​​​​​​


7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ હાલમાં ઘટનાસ્થળે 

આગની ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ હાલમાં ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ છે. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને નીચે લઈને આવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કોઈ ઘરમાં નહીં પરંતુ ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો વધારે ફેલાઈ ગયો હતો.


મહિલાનો જીવ સ્હેજમાં બચી ગયો

સી બ્લોક બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભારે હોહા થઈ ગઈ હતી. ધુમાડો વધારે ફેલાઈ ગયો હોવાના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા હતા. એક મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરના માળેથી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. નીચેના માળ ઉપર રહેલા વ્યક્તિએ તેમના પગ પકડી લીધા હતા અને ઉપરથી બે વ્યક્તિઓએ તેમને પકડી રાખ્યા હતા ત્યારબાદ હાથ છોડી દીધો હતો જેના કારણે મહિલા સીધી નીચે આવી ગઈ. તેમનો જીવ સહેજમાં બચી ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application