દિલ્હીના IGI એરપોર્ટ પર ભારે તોફાનના કારણે 42 ફ્લાઇટ્સને અન્ય શહેરો તરફ વાળવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે વિમાનોને જયપુર, લખનૌ, અમૃતસર અને ચંદીગઢ જેવા શહેરોમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ATCએ વિમાનોને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. હવામાન સામાન્ય થતાં વિમાનોને પરત દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ પણ થયો હતો.
ભારે તોફાનના કારણે IGI એરપોર્ટ પર આવતી ફ્લાઇટ્સ પર ભારે અસર પડી હતી. અલગ-અલગ દિશામાંથી આવતી એક પછી એક ફ્લાઇટ્સને નવી દિલ્હીને બદલે અલગ-અલગ શહેરોના એરપોર્ટ પર ઉતરવાની સૂચના આપવામાં આવી હતી. કુલ 42 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી.
લખનૌ, જયપુર, અમૃતસર, ચંદીગઢ દરેક જગ્યાએ વિમાનો ઉતરવા લાગ્યા
દિલ્હીમાં ખરાબ હવામાન હોવાના કારણે ATCએ વિમાનોને ડાયવર્ટ કરવાનું યોગ્ય માન્યું હતું. સૌથી પહેલા જયપુર તરફ વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અહીં કુલ નવ વિમાનોને ઉતરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં અહીંનું હવામાન પણ ખરાબ થઈ ગયું હતું. ત્યારબાદ લખનૌ તરફ વિમાનોને ડાયવર્ટ કરવાનો સિલસિલો શરૂ થયો હતો. અહીં એક પછી એક કુલ નવ વિમાનો ઉતારવામાં આવ્યા હતા. વારાણસીમાં પણ બે વિમાનોને ઉતરવાની સૂચના આપવામાં આવી હતી. એક વિમાનને દેહરાદૂનમાં ઉતારવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ અમૃતસરમાં આઠ અને ચંદીગઢમાં સાત વિમાનો ઉતારવામાં આવ્યા હતા. બાદમાં હવામાન સામાન્ય થતાં વિમાનોને નવી દિલ્હી માટે રવાના કરવાની સૂચના આપવામાં આવી હતી. ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાઇટ્સનું લેન્ડિંગ રાત સુધી ચાલુ રહ્યું.
ખરાબ હવામાનની અસર માત્ર આવતી ફ્લાઇટ્સ પર જ નહીં, પરંતુ જ્યારે તોફાનની સ્થિતિ આવી ત્યારે તમામ ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. એકવાર સમયપત્રકમાં ગરબડ થયા બાદ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. હોલ્ડિંગ પર રાખવામાં આવેલી ફ્લાઇટ્સની સંખ્યા સતત વધવાના કારણે જ્યારે હવામાન સારું થયું ત્યારે એર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે એક કલાકનો વિલંબ સામાન્ય થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech