શહેરમાં ઓનલાઇન ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે વધુ સાત વ્યક્તિઓ ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા હતા. પોલીસે ભોગ બનનાર અરજદારોને તેમની રકમ પરત અપાવી હતી.ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે હાર્દિક પ્રભાતભાઈ હેરભા (રહે. રેલનગર) સાથે ઓનલાઇન ફ્રોડ થયું હતું. જેમાંથી તેને સાયબર ક્રાઇમ પોલીસે રૂા. 1.22 લાખ કોર્ટમાં પ્રોસેસ કરી પરત અપાવ્યા હતાં. ઓનલાઇન રોકાણ કરી વધુ વળતર અપાવવાના નામે એક અરજદાર સાથે રૂા. 1.03 લાખનું ફ્રોડ થયું હતું. જેમાંથી તેને રૂા. 56 હજાર પરત અપાવાયા હતા. સોશિયલ મીડિયા મારફત ખરીદેલા ફોનના પૈસા પરત અપાવી દેવાના બહાને એક અરજદાર સાથે રૂા. 2.43 લાખની ઠગાઇ હતી. જેમાંથી રૂા. 1.82 લાખ પરત અપાવાયા હતા. ઇનામમાં કાર લાગી છે તેવા મેસેજ કરી કાર અથવા તો રોકડ રકમ મેળવવાના નામે એક અરજદાર સાથે રૂા. 99500નું ફ્રોડ થયું હતું. જેમાંથી 50 હજાર પરત અપાવાયા હતા.
અન્ય એક કિસ્સામાં ઓનલાઇન વોટ કરી બોનસ મેળવવાની સ્કીમમાં એક અરજદારને ફસાવી રૂા. 1.84 લાખનું ફ્રોડ કરાયું હતું. જેમાંથી રૂા. 1.62 લાખ પરત અપાવાયા હતા.એલ્યુમિનિયમનું પિસ્ટલ મટીરીયલનો સ્ટોક સસ્તા ભાવે વેચવાની લાલચ આપી વેપારી પાસેથી રૂ.1.80 લાખ છેતરપિંડીથી મેળવી લીધા હતા.જે મામલે થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં સાયબર સ્કોવર્ડની ટીમે આરોપીનું ખાતું બ્લોક કરાવી માત્ર 10 દિવસમાં નાણાં પરત અપાવ્યા હતા.
ગાંધીગ્રામ પોલીસની સાયબર સ્કવોર્ડની ટીમ દ્વારા સાયબર ફ્રોડના ભોગ બનનાર અરજદારોમાં એક મહિનાની અંદર અલગ-અલગ અરજદારોને 5,12,515ની રકમ પરત આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech