આ વ્યક્તિનો ફેમિલી ફોટો હજુ પણ ચંદ્ર પર છે હાજર, શું તમે જાણો છો એ અવકાશયાત્રી કોણ છેચંદ્ર પર જવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે એક આખો પરિવાર પણ ચંદ્ર પર પહોંચી ગયો છે. આ પરિવાર અવકાશયાત્રી ચાર્લી ડ્યુકનો છે. ચાર્લી ડ્યુકના ફેમિલી ફોટો ચંદ્ર પર પહોંચવાની કહાની ખૂબ જ રસપ્રદ છે.
ફેમિલી ફોટો ચંદ્ર પર કેવી રીતે પહોંચ્યો?
ચાર્લી ડ્યુકે એપોલો 16 મિશન દ્વારા 20 એપ્રિલે ચંદ્ર પર પગ મૂક્યો હતો. જ્યારે તે ચંદ્ર પર ગયો ત્યારે તેની ઉંમર 36 વર્ષની હતી. તે ચંદ્ર પર જનાર સૌથી યુવા વ્યક્તિ હતો. આ તેમની એકમાત્ર સફળતા નહોતી, પરંતુ તે પોતાના પરિવારને ચંદ્ર પર લઈ જનાર પ્રથમ વ્યક્તિ પણ હતો. જ્યારે ચાર્લી ચંદ્ર પર ગયો હતો, ત્યારે તેણે તેની સાથે તેના પરિવારના ફોટા પણ લીધા હતા. જે હજુ પણ ચંદ્રની સપાટી પર હાજર છે. આ ફોટોની પાછળ ચાર્લીએ લખ્યું હતું કે ફોટો 20 એપ્રિલ 1972ના રોજ ચંદ્ર પર પહોંચેલા અવકાશયાત્રી ચાર્લી ડ્યુકના પરિવારનો છે.
ચંદ્ર પર ફોટો છોડવા પાછળનું શું હતું કારણ?
ચાર્લીના પરિવારના જણાવ્યા મુજબ ચંદ્ર પર તેના પરિવારનાં ફોટોને ત્યાં છોડી દેવાનો તેનો પ્લાન હતો. આ તસવીર દ્વારા ચાર્લી તેના બાળકોને બતાવવા માંગતો હતો કે તે ચંદ્ર પર પહોંચી ગયો અને ત્યાં કંઈક છોડી આવ્યાં છે. આ તસવીરમાં તેમનો મોટો પુત્ર ચાર્લ્સ ડ્યુક ડાબી બાજુ ઉભો છે, જે તે સમયે 7 વર્ષનો હતો. આ ઉપરાંત લાલ રંગમાં તેનો નાનો પુત્ર થોમસ ડ્યુક છે જે તે સમયે પાંચ વર્ષનો હતો. ફોટોમાં ડ્યુક અને તેની પત્ની પણ છે.
ડ્યુકને ચંદ્ર પર ગયાને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેમનું માનવું છે કે ચંદ્ર પર ભયંકર તાપમાનને કારણે તેમની તસવીર હવે સુરક્ષિત રહેશે નહીં, જે 50 વર્ષથી ચંદ્રની સપાટી પર છે. ડ્યુક એપોલો મિશન દરમિયાન તાલીમ માટે તેના પરિવારથી દૂર રહેતો હતો. તે સમયે તેમના બાળકો તેમના કામ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેમના બાળકો વારંવાર તેમને તેમના મિશન વિશે પ્રશ્નો પૂછતા હતા. તે સમયે ડ્યુકના મનમાં આ વિચાર હતો કે એક ફોટોગ્રાફ દ્વારા તે પોતાના પરિવાર સાથે ચંદ્ર પર પહોંચી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech