તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ કલાકાર દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ મૂળ પોરબંદરના ગોસાગામના વતની છે અને પોરબંદરથી તેર કિ.મી. દૂર સોમનાથ હાઇવે પર આવેલ રંગબાઇ માતાજી તેમના કુળદેવી છે. ત્યાં તેઓ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાતા હવનમાં અચુક હાજરી આપે છે. તેની સાથોસાથ આ વખતે હાલમાં શ્રી સમસ્ત જોષી પરિવાર ગોસા દ્વારા આ દિવ્યમંદિરે યોજાઇ રહેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ગઇકાલે દિલીપભાઇ જોષીએ હાજરી આપતા કથાનું રસપાન કરવા આવેલા શ્રધ્ધાળુઓ પણ રોમાંચિત બની ગયા હતા.
મૂળ પોરબંદર પંથકના બર્ડાઇ બ્રહ્મસમાજ પરિવારના અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી વિશ્ર્વપ્રસિધ્ધ બનેલા કલાકાર દિલીપભાઇ જોષીથી કોઇપણ અજાણ નથી. આ સીરીયલમાં તેઓ જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે અને સીરીયલે અનેક રેકોર્ડ તોડયા છે. ફિલ્મ કરતા ટેલીવિઝન ક્ષેત્રે તેમને વધુ સફળતા મળી છે. ભગવાન સ્વામિનારાયણના ભકત એવા દિલીપભાઇ જોષી ખૂબજ ધાર્મિક છે અને દર વર્ષે રંગબાઇ માતાજીના મંદિરે યોજાતા હવનમાં આવતા હોય છે ત્યારે હાલમાં ગોસાના શ્રી સમસ્ત જોષી પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી ત્રિકમાચાર્યબાપુના આશીર્વાદથી તા. ૧૫-૧૧ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાઇ રહી છે જેમાં વ્યાસપીઠ ઉપરથી પોરબંદરવાળા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રાજેન્દ્રભાઇ રમણીકભાઇ જોષી કથામૃતનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે ત્યારે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પાવન પ્રસંગોમાં ગઇકાલે શ્રી વામન ભગવાન અવતાર અને શ્રી રામજન્મ સહિત કાર્યક્રમો યોજાયા ત્યારે દિલીપભાઇ જોષીએ ભાગવતકથાનું રસપાન કર્યુ હતુ. ખૂબજ નમ્ર સ્વભાવ ધરાવનારા આ જાણીતા કલાકારને જોઇને કથાનું રસપાન કરવા આવેલા ભકતો રોમાંચિત બની ગયા હતા. સાદગીપૂર્ણ રીતે તેઓએ સહુની સાથે પ્રસાદી લેવાની સાથોસાથ અનેક લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી એટલુ જ નહી પરંતુ તેમના ઓટોગ્રાફ લેવા માટે પણ પડાપડી થઇ હતી. બરડાઇ બ્રહ્મસમાજનું ગૌરવ કહી શકાય તેવા આ કલાકાર વર્ષમાં એકથી બે વખત કુળદેવી રંગબાઇ માતાજીના મંદિરે માથુ નમાવવા અચૂક આવે છે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેઓ અવારનવાર હાજરી આપતા હોય છે ત્યારે ગઇકાલે તેઓ આવ્યા ત્યારે તેમના આગમનની જાણ થતા પોરબંદરથી પણ તેમના અનેક ચાહકો ખાસ વાહનની વ્યવસ્થા કરીને તેમને મળવા માટે દોડી ગયા હતા.
આમ, રંગબાઇ મંદિર ખાતે આબાલ વૃધ્ધ સહુના માનીતા કલાકાર દિલીપભાઇ જોષી આવ્યા હોવાથી લોકોને પણ મોજ પડી ગઇ હતી. તેઓએ કથાનું ધ્યાનમગ્ન બનીને રસપાન કર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech