એડવોકેટ અને નીટરીના લાયસન્સ અપાવી દેવાની લાલચે આશરે દોઢ કરોડ પિયાનો વચેટિયા દ્રારા વહીવટ થઇ ગયાના પ્રકરણે ભારે જોર પકડયું છે. આ મામલે ભાજપ લીગલ સેલને મળેલી ફરિયાદ બાદ આ ઘટનાને પગલે પ્રદેશ ભાજપ લગલ સેલના કન્વીનર જે.જે પટેલ સુધી આ મામલાની ફરિયાદ પહોંચતા તેઓએ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા વકીલ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ નોટરીની નિમણૂક આપવાના મામલે વચેટીયાને ભીંસ વધતા એક વકીલને ૪.૨૦ લાખ પરત ચૂકવી દેતાનું બહાર આવ્યું છે.
તાજેતરમાં જ નોટરીની નિમણૂક પામેલા તમામ વકીલો પાસેથી આર્થિક વહીવટ થયાનું બહાર આવ્યું છે જેમાંથી આશરે ૪૦ જેટલા વકીલોની નોટરી તરીકે નિમણૂક નહીં થતાં છેતરપિંડીના ભોગ બન્યાનું બહાર આવ્યું છે. જેમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા વકીલો દ્રારા વચેટીયા મારફતે ચૂકવવામાં આપેલા પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહ્યાનું બહાર આવતા વકીલ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જે વકીલોએ પૈસા ચૂકવી નોટરી માટે પસંદગી પામ્યા છે તેવો પણ પોતે ચૂકવેલી રકમ પરત મેળવવા માટે ફોન દ્રારા ઉઘરાણી કરી રહ્યાનું બહાર આવ્યું છે.
તાજેતરમાં રાય સરકારના કાયદા વિભાગ દ્રારા નોટરીની નિમણૂકની અરજી મંગાવવામાં આવી હતી જેમાં ૯૨૦૦ જેટલા વકીલોએ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી આશરે ૮૦૦૦ જેટલા વકીલોને નોટરી તરીકે લોકસભાની ચૂંટણી પૂર્વે જ નિમણૂક આપતું એક સાહ પૂર્વે લિસ્ટ જાહેર થયું હતું. જે લોકોએ આર્થિક વહીવટ કર્યા બાદ નિમણૂક લાયસન્સ નહીં મળતા તેઓએ તેમના મળતીયા મારફતે ચૂકવેલા નાણાં પરત મેળવવા માટે દોડધામ આદરી હતી. પરંતુ આકાઓ દ્રારા નોટરી નિમણૂક આપી દેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ સમય વિતવા છતાં નિમણૂક પત્ર નહીં આવતા વકીલોની ધીરજ ખૂટતા તેઓએ શહેર ભાજપ લીગલ સેલના કન્વીનર પીયુષ શાહને લિસ્ટમાં નામો નહીં આવતા પોતે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં રજૂઆત કરી હતી. પરંતુ પિયુષભાઈએ લેખિત ફરિયાદ આપો તો કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
હકીકત બહાર આવતા અને ફરિયાદ થાય તેમ જણાતા વચેટીયાએ રકમ પરત કરી દેવા માટે વકીલોને મુદત માંગી હતી. જેમાં એક વકીલને ૪.૨૦ લાખ જેવી રકમ પરત ચૂકવી દેવા આવી હોવાનું વકીલ વર્તુળો દ્રારા જાણવા મળ્યું છે. યારે અન્ય વકીલોને પણ સમય મર્યાદામાં રકમ ચૂકવવા માટેનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ હકીકત ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ સુધી સળગતો પ્રશ્ન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવનિયુકત ચેરમેન અને પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે પટેલે જાણ થતા આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા વકીલોમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને નજીકના દિવસોમાં છે ત્યારે આ પ્રકરણ અનેક ને દજાડે તેવી દહેશત જોવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech