પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી બાળકો વંચિત રહે નહી તે માટે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા શાળા બહારના ઉંમર ૬ થી ૧૯ વર્ષના બાળકોનો સર્વેની કામગીરી હાથ ધ૨વામાં આવી રહી છે. સર્વેના આધારે મળી આવેલા બાળકોની ઓળખ નામાંકન, મુખ્યધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસનની કામગીરી રાયના શિક્ષણ વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે. જેના ભાગપે સર્વેમાં મળી આવેલા બાળકોને શિક્ષણની મુખ્યધારામાં સામેલ કરવામાં આવશે. શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી આગામી તારીખ ૩૦મી નવેમ્બર સુધીમાં ક૨વામાં આવશે.
રાય સ૨કા૨ દ્રારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણથી એકપણ બાળક વંચિત રહે નહી તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં યોજવામાં આવે છે. તેમ છતાં બાળકો શિક્ષણથી વંચિત રહે નહી તે માટે રાયના શિક્ષણ વિભાગ મારફતે શાળાના બહારના વિધાર્થીઓનો સર્વે કરાવવામાં આવે છે. આ સર્વેમાં ૬થી ૧૯ વર્ષના બાળકોને આવરી લેવામાં આવે છે. સર્વેમાં નોંધાયેલા શાળા બહારના બાળકોને નજીકની પ્રાથમિક શાળામાં જાણ કરીને બાળકની ઓળખ નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ તેમજ શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે.
જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી તારીખ ૧૦મી,ઓકટોબરથી શ કરવામાં આવી છે. જે આગામી તારીખ ૩૦મી,નવેમ્બર સુધી જિલ્લાના ગ્રામ્ય, નગરપાલિકા વિસ્તાર તેમજ મહાનગર પાલિકા વિસ્તારમાં સર્વેની કામગીરી બીઆરસી, શિક્ષકો અને ટીઆરપીની મદદથી કરવામાં આવશે. ત્યારબાદ કયા વિસ્તારમાં કેટલા કર્મચારીઓ કામગીરી કરશે સહિતનું આયોજન કરાશે. ત્યારબાદ તારીખ ૭મી, નવેમ્બરથી તારીખ ૧૬મી, નવેમ્બર સુધીમાં સર્વે કરીને ભરાયેલા ફોર્મની ચકાસણી એસએમસીથી બીઆરસી સુધી તારીખ ૧૮મી, નવેમ્બરથી તારીખ ૩૦મી, નવેમ્બર સુધી કામગીરી ક૨વામાં આવશે. શાળા બહારના બાળકોના સર્વેમાં તારીખ ૧૦મી, ઓકટોબરથી તારીખ ૨૪મી, ઓકટોબર સુધી કામગીરીનું આયોજન તેમજ ગ્રામ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારના લોકોને જાણકારી આપીને તેમનો સહયોગ લેવામાં આવશે. સર્વે કરાયેલા બાળકોની એન્ટ્રી ભારત સરકારના પ્રબધં પોર્ટલ અને રાય કચેરીના ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમમાં કરવામાં આવશે. જોકે સર્વની કામગીરીમાં કોઇ જ પ્રકારની ચૂક થાય નહી તેની તકેદારી રાખવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech