પોરબંદરમાં ભાજપના જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજવામાં આવી હતી.
પોરબંદર શહેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સ્થાપના દિવસ એટલે કે છઠ્ઠી એપ્રિલ અને ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસની ભવ્ય ઉજવણીની તૈયારીનો ધમધમાટ આજે અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર જોવા મળ્યો હતો,જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા,જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને પોરબંદર જિલ્લાના છ એ છ મંડળ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા તા.૬/૪ અને રામનવમી બંને સાથે આવતા હોવાથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
ઘર-ઘર ઝંડા, કાર્યકરો દ્વારા છેવાડાના માનવી કે જેઓ વસ્તી માં રહે છે તે વિસ્તારના લોકોની મુલાકાત અને આખો દિવસ આ વસ્તીના લોકોની સેવામાં ગાળવો,અને સફાઈ અભિયાન પણ કરવું. જિલ્લા અને બુથ આગેવાનોના ઘરે-ઘરે શણગાર રંગોળી દીપમાળા,રોશની કરવી અને ભાજપનો સ્થાપના દિવસ દિવાળીની જેમ રંગે ચંગે ઉજવવો જોગાનો જુગ રામનવમી પણ હોવાથી જિલ્લા કાર્યાલયથી શહેરના રામ મંદિર સુધી ભાજપના તમામ કાર્યકરો દ્વારા ધ્વજા પતાકા અને જયશ્રીરામના જયઘોષ સાથે કાર્યકર્તા રેલીનું આયોજન કરવું ઉપરાંત વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આયોજિત શહેરની પરંપરાગત મહા શોભાયાત્રામાં ભાજપ દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવુ અને લોકોને મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડવા એવા અનેક આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું છે.
કાર્યક્રમને કઈ રીતે આખરી ઓપ આપવો અને ભવ્ય બનાવવો તે બાબતે માર્ગદર્શન જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ અને પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આપવામાં આવ્યુ હતુ.જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા અને નિલેષભાઈ મોરી અને શહેર પ્રમુખ સાગર મોદી દ્વારા આયોજન બાબતે માઇક્રો પ્લાનિંગ સાથેની માહિતી પુરી પાડવામાં આવી હતી અને વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પોરબંદરને વિકાસને લગતા કાર્યોની છણાવટ કરી હતી અને અનેક કાર્યો પર ગતિમાં છે તે વખતે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે,ભાજપ સ્થાપના દિન બાદ ત્રણ દિવસ વસ્તી ચલો કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાને આવરી લેવાનો છે.અને એ પુર્ણ થયા બાદ તા.૧૪/૪ ડો.આંબેડકર જયંતિના દિવસે ડો.આંબેડકર વિશે તેઓ વિશ્ર્વ માનવ હતા એ બાબતે બંધારણની પ્રસ્તાવના નાની ગ્રુપ મીટીંગ કર્યું ને આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત ૧૪ એપ્રિલના રોજ સમગ્ર જિલ્લામાં આવેલ બાબાસાહેબના પ્રતિમાઓ સમક્ષ ફુલહાર અને અન્ય જનજાગૃતિના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.
આ બેઠકમાં નવનિયુક્ત શહેર પ્રમુખ સાગરભાઇ મોદીનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ,પ્રત્યુતરમાં સાગરભાઇ જણાવ્યુ હતુ કે,પોરબંદર શહેર સંગઠન માટે તેઓ સતત કાર્યરત રહેશે અને સંગઠનને વધુમાં વધુ મજબુત બનાવવામાં પોતાનું યોગદાન આપશે.
આ બેઠકમાં તાલુકાઓ જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દેદારો સભ્યો પોરબંદર નગરપાલિકાના પુર્વ સભ્યો, પુર્વ પ્રમુખો અને હોદ્દેદારો, સેલ મોરચાના હોદ્દેદારો ઉપરાંત વરિષ્ઠ આગેવાનો રાજશીભાઈ પરમાર, વિક્રમભાઈ ઓડેદરા, નાથાલાલભાઈ ઠકરાર, વિરમભાઈ કારાવદરા,સુનિલભાઈ ગોહેલ, ડો.ચેતનાબેન તિવારી, રામદેવભાઈ મોઢવાડિયા,ભરતભાઈ પરમાર, ભોજાભાઇ ખુંટી, હિતેષભાઈ ઠકરાર, શૈલેષભાઈ જોશી, ઢેલીબેન ઓડદરા, ચંદ્રેશભાઇ સામાણી, અતુલભાઇ કારીયા, ફાકભાઈ સુર્યા, આવડાભાઈ ઓડેદરા, પ્રભુદાસભાઈ કોટેચા, ગોપાલભાઈ કોઠારી, નિતેષભાઇ બાપોદરા, ધીભાઈ કેશવાલા, ગીગનભાઈ બોખીરીયા, ભીમભાઇ ઓડેદરા, સુરેશભાઈ થાનકી, ભુરાભાઈ કેશવાલા, મનીષભાઈ શિયાળ, ભરતભાઈ મોદી, મીતાબેન થાનકી, નિમિષાબેન જોશી,ચંદ્રિકાબેન તન્ના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન સિનિયર આગેવાન કેતનભાઇ દાણી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે,માધવપુરનો મેળો આ દિવસોમાં જ આયોજીત હોવાથી ભાજપના સિનિયર આગેવાનો, મંત્રીઓ પણ પોરબંદર ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જોડાય તેવી શક્યતા હોવાથી કાર્યકરોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે તેવુ પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને પક્ષ પ્રવક્તા વિજયભાઈ થાનકી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech