પોરબંદર નજીકના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ ક્ષ્મણીના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લગ્નગીતો ગાતી મહિલાઓ ફૂલની માળા તૈયાર કરી રહી છે.
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ક્મિણીજીનો વિવાહોત્સવ લઈને અનેરો ઉત્સાહ માધવપુરમાં જોવા મળી રહ્યો છે.મહિલાઓ માળા બનાવવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ગીતો ગાઈ રહી છે.
ભગવાનના લગ્ન ગીતો ગાતા ડોલરબેન ભટ્ટએ જણાવ્યું કે, માધવપુરમાં અમારા પોતાના ઘરે લગ્ન હોય તેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને ક્મિણીજીના લગ્નઉત્સવ મનાવવામાં આવે છે.અમારા સગાં વહાલા અને બહેન દીકરીઓ પણ લગ્નઉત્સવ પ્રસંગે માધવપુર ખાતે આવે છે અને ઘરે -ઘરે મીઠાઈ સહિતની વાનગીઓ બનાવીને ભગવાન શ્રીકૃષ્ણ અને ક્મિણીજીનો લગ્નઉત્સવ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવતી માળાઓ બનાવતી મહિલાઓ દ્વારા માળા બનાવવાની સાથે સાથે
ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહોત્સવને લઈને લગ્ન ગીતો ગાવામાં આવી રહ્યાં છે. ‘મોર તારી સોનાની ચાંચ ....’ સહિતનાં ગીતો માધવરાયજીના મંદિરે આવતા ભક્તોના હૃદયને પુલકિત કરવાની સાથે ધન્યતાની લાગણી અનુભવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech