પોરબંદરમાં કોંગ્રેસના સેવાદળના આગેવાનોએ કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઇ.સ. ૧૯૨૩માં સ્થપાયેલ સેવાદળમાં જ્યારે અધ્યક્ષની નિમણુક થાય છે ત્યારે ગાંધીબાપુના આશીર્વાદ મેળવે છે.
પોરબંદર મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે બાપુના આશીર્વાદ લીધા હતા અને સમગ્ર પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળનાબન્ને અધ્યક્ષ સાથે સમગ્ર ટીમ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ કરવા માં આવ્યો હતો અને સેવાદળ કોંગ્રેસની સ્થાપના ૧૯૨૩માં થઈ હતી અને ગાંધી વિચારધારા સાથે જોડાયેલી સેવાદળ કોંગ્રેસ પાર્ટી છે ,સેવાદળ કોંગ્રેસમાં અધ્યક્ષની નિમણુંક થાય છે,ત્યારે પ્રમુખો બાપુના આશીર્વાદ લેવા પણ જાય છે અને ગુજરાત કોંગ્રેસ સેવાદળની વાર્ષિક ત્રિ-દિવસીય શિબિર થયા પછી જિલ્લા તાલુકા શહેરમાં પણ સેવાદળની પ્રશિક્ષણ શિબિર પણ આવનારા દિવસોમાં પોરબંદર મુકામે થશે તેવી યાદી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળે આપી છે.
પોરબંદર જિલ્લા તાલુકા કોંગ્રેસ સેવાદળના અઘ્યક્ષની વરણી કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ટીમના માર્ગદર્શનની આગેવાનીમાં ત્રણ દિવસની શિબિર બેચરાજી મુકામે આયોજન કરવામાં આવ્યુ હતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અઘ્યક્ષ પ્રગતિબેન આહીરની સુચનાથી નવા પોરબંદર જિલ્લા તાલુકા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી ઇન્ચાર્જ પ્રદેશ અઘ્યક્ષ કિરણભાઈ પ્રજાપતિ નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રમેશભાઈ જારીયાની પણ નિમણુંક કરવામાં આવતા સૌરાષ્ટ્ માં કોંગ્રેસ સેવાદળ વધુ મજબુત થશે તેવા વિશ્ર્વાસ સાથે સમગ્ર કોંગ્રેસ સેવાદળ પરિવારની જેમ સંગઠન વધુ મજબુત કરશુ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળના નવનિયુક્ત વેપારી અગ્રણી અઘ્યક્ષ મિલનભાઈ ઘઘડા (સોની ) ની નિમણુંક કરવામાં આવી હતી અને પોરબંદર તાલુકા કોંગ્રેસ સેવાળ ના નવનિયુક્ત ખેડુત અગ્રણી અધ્યક્ષ જયેશભાઇ ઓડેદરાની નિમણુંક કરવામાં આવી હતી અને શુભેરછાઓ પણ આપવામાં આવી હતી અને કીર્તિમંદિર ખાતે બાપુના પુષ્પાંજલિ કાર્યક્રમમાં સમગ્ર કોંગ્રેસ સેવાદળની ટીમ ઉપસ્થિત રહી હતી.
દેવભુમિ દ્વારકા જીલ્લાના પ્રભારી ડો.પ્રતાપભાઈ કેશવાલા,ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી કાંતિભાઈ બુધેચા, નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ કોંગ્રેસ સેવાદળ મિલનભાઈ ઘઘડા (સોની), નવનિયુક્ત તાલુકા અધ્યક્ષ કોંગ્રેસ સેવાદળ જયેશભાઇ ઓડેદરા,પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ,ખેડુત આગેવાન પ્રતાપભાઈ ખિસ્તરીયા, પોરબંદર શહેર ઇન્ચાર્જ પ્રમુખ વિપુલભાઈ ચંદારાણા, પોરબંદર શહેર ઇન્ચાર્જ પ્રમુખ રાજવીર બાપોદરા, પ્રતાપભાઈ શેરાજી, લાલજીભાઈ ગોસીયા, અબ્દુલભાઈ લોઢી, ભરતભાઈ કરગથિયા,દેવાભાઈ ચૌહાણ, કૃણાલભાઈ ઓડેદરા, અમીનભાઈ લખમણભાઈ મોઢવાડીયા, નિલેશભાઈ બાપોદરા,પ્રવીણભાઈ સગર સિકંદરઅલી અને પોરબંદર શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સેવાદળના હોદેદારોએ ખાસ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech