રાજયભર માં પડેલા ભારે વરસાદના પગલે અનેક રોડ રસ્તા અને હાઇવે પર કમરતોડ ખાડાઓમાં રસ્તાઓ ની હાલત બદતર બની છે. ખખડધજ રસ્તાઓને લઈને વાહન ચાલકો પોતાના જીવ ના જોખમે વાહનો ચલાવી રહ્યા. ગોંડલ નજીક નેશનલ હાઇવે પર વરસાદને કારણે ઠેરઠેર ગાબડા પડા હોય અને ડામર તથા કાકરી ઉખડી જવાથી ધુળ ની ડમરીઓ ઉડતી હોય વાહન ચાલકોની હાલત કફોડી બની છે.
સમગ્ર રાયમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્રણ દિવસ પહેલા જ ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત પાંચ દિવસમાં ૧૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સતત પડેલ વરસાદને લઈને ગોંડલ નજીક નેશનલ હાઇવે ધોવાતા કમરતોડ ખાડાઓ પડી જવા પામ્યા છે.. હાઇવે પર ધૂળ અને ડામરની કાકરીઓના ઢગલા થઈ જવા પામ્યા છે.
હાઈવે પર પસાર થતા ભારે વાહનો, કાર ચાલકો ને ધૂળની ડમરીઓ વચ્ચે વાહન ચલાવવા પડે છે. નાના વાહન ચાલકોને હાઇવે પર ચાલવું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા વિઝીબીલિટી ઘટી જાય છે અને વાહન ચાલકોને આગળ અને પાછળ બન્ને સાઈડ કાંઈજ દેખાતું નથી અને અકસ્માતનો ભય રહે છે.
ટોલટેકસ થી ગોંડલ સુધી હાઇવે પર અનેક ગામો આવેલા છે. નેશનલ હાઇવે પર ઊડતી ધુળોની ડમરીઓના કારણે હાઈવે પર આવેલ અનેક ગામોના હાલ બેહાલ થઈ જવા પામ્યા છે. કોઈપણ સત્તાધીશો દ્રારા ધ્યાન આપવામાં આવતું નથી. નિર્ભર તંત્રના પાપે વાહનચાલકો ના છૂટકે હાઇવે પર જીવના જોખમે ચાલવા પર મજબુર બનવું પડે છે.
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર બે ટોલટેકસ આવે છે. નિયમ પ્રમાણે ૬૦ કી.મી. ના અંતરે બીજો ટોલટેકસ આવો જોઈએ પરંતુ અહીં ના રાજકોટ નેશનલ હાઇવે પર ૪૦ કી.મી. ના અંતરે બીજો ટોલટેકસ આવી જાય છે. બન્ને ટોલટેકસ પર તગડા પૈસા ઉઘરાવતા હોવા છતાં સુવિધાના નામે રાહદારીઓને મીંડું મળી રહ્યું છે. ત્યારે હાઇવે પર પડેલા ખાડાઓ યુદ્ધના ધોરણે બુરવામાં આવે તેવી વાહનચાલકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech