રાયભરમાં બહુ ગાજેલા અને પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓમાં ચકચાર જગાવી દેનાર કરોડોના તોડકાંડનો જૂનાગઢના કેશોદના સસ્પેન્ડેડ વોન્ટેડ સીપીઆઈ તરલ ભટ્ટ અંતે એટીએસના ઝાસામાં આવ્યો છે. તરલ ભટ્ટની તપાસ અને ઉંડી છણાવટ બાદ ઘણાખરા ધરબાયેલા કૌભાંડો બહાર નીકળવાની સંભાવના સેવાઈ રહી છે. તપાસના નામે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની કુનેહ ધરાવતા આ કૌભાંડી પીઆઈ ભટ્ટ દ્રારા અત્યાર સુધી કયાં કયાં શું શું તપાસ અને તપાસના નામે કાંડ કરાયા તેની પણ એટીએસ દ્રારા વૈજ્ઞાનિકઢબે તપાસ આરંભાઈ છે. એટીએસ કેટલું ઉંડાણપૂર્વકનું ખેડાણ કરી શકશે તેવી પોલીસ બેડામાં ચર્ચા ચાલવા લાગી છે.
જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાની સતર્કતાથી બહાર આવેલા સમગ્ર કાંડમાં કેશોદના સીપીઆઈ તરલ ભટ્ટ સાથે જૂનાઢ એસઓજીની મિલીભગત સાથેના કાળાં ચીઠ્ઠા ખુલ્યા હતા. તપાસના નામે કેરળના એક વ્યકિતનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરીને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે કેરળથી આ વ્યકિતને જૂનાગઢ રૂબરૂ બોલાવાયા હતા અને એસઓજીના એએસઆઈ એવા વચેટિયા દિપક જાની દ્રારા લાખો રૂપિયાની માગણી પીઆઈ એ.એમ.ગોહિલ અને સીપીઆઈ તરલ ભટ્ટના દોરીસંચારથી કરવામાં આવી હતી. ચાર–પાંચ લાખ રૂપિયા સુધી દેવા તૈયાર થયેલા કેરળના આ વેપારીને ઈડીમાં ફસાવી દેવાની ધમકી પણ અપાઈ હતી.
અંતે વેપારીએ રેન્જ આઈજી ઝાંઝડિયાને રૂબરૂ મળી રજૂઆત સાથે લેખિત ફરિયાદ આપી હતી. રેન્જ આઈજીના આદેશથી પીઆઈ ગોહિલ દ્રારા તપાસ કરાઈ હતી અને તલસ્પર્શી તપાસમાં સમગ્ર કૌભાંડ એવું ખુલ્યું હતું કે, ૩૩૫થી વધુ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે અને એકાઉન્ટ ખોલવા માટે મોટા કારસ્તાન કરાતા હતા. જે આધારે પીઆઈ ગોહિલે સરકાર પક્ષે ફરિયાદી બની સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી એ.એમ.ગોહિલ, એએસઆઈ દિપક જાની સામે ભ્રષ્ટ્રાચાર કરવા સહિતના આરોપસર ગત સાહે ગુનો નોંધાયો હતો. કૌભાંડ કરોડોને આંબે તેવું અને રાય બહાર સાઈબર ક્રાઈમ થયું હોવાની આશંકા સેવાઈ હતી.
રાજયના ડીજીપી દ્રારા રેન્જ આઈજી ઝાંઝડિયાની રજૂઆતના આધારે આ કૌભાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. એટીએસની ટીમોએ છેલ્લ ા પાંચ દિવસથી જૂનાગઢમાં ધામા નાખ્યા હતા. ૩૩૫ બેન્ક એકાઉન્ટની ડિટેઈલો મેળવી આ ઉપરાંત આ ગેંગ દ્રારા છૂપા શું શું કારસ્તાન કરાયા તેની માહિતી મેળવી હતી. એસઓજીના સ્ટાફની પણ પૂછતાછ સાથે પણ નિવેદનો લીધા હતા. ગુનો નોંધાયા બાદ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. ઓ સસ્પેન્ડેડ ત્રિપુટી પૈકી એએસઆઈ દિપક જાની એટીએસના હાથે આવ્યા હતા યારે પીઆઈ ભટ્ટ અને ગોહિલ બન્ને ભાગતા ફરતા હતા. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત બંગલો પર એટીએસે છાનભીન કરી હતી. આ દરમિયાન તરલ ભટ્ટ દ્રારા કોર્ટમાં આગોતરા મેળવવા માટેની કાર્યવાહી કરાઈ હતી. જેમાં એટીએસે તપાસમાં જોડાયેલા હોવાથી સમય માગતા અદાલત દ્રારા આ સુનાવણી માટેની ૬ ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી હતી જેવું જાણવા મળે છે.
સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ કોર્ટ કાર્યવાહીમાં આગોતરા મેળવવા માટે કોઈ પ્રોસિઝર કરે તે પૂર્વે જ એટીએસ દ્રારા ભટ્ટને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો સાથે પ્રેસર વધારાયું હતું તે દરમિયાન આજે અચાનક તરલ ભટ્ટ એટીએસના હાથે પડી ગયા હતા. ઝડપાયેલા ભટ્ટની પૂછતાછ સાથે ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભટ્ટ સામે અમદાવાદમાં તેઓ ફરજ પર હતા ત્યારે માધુપુરામાં પકડેલા ૨૫ કરોડથી વધુના ક્રિકેટ સટ્ટામાં માસ્ટર માઈન્ડ ભટ્ટ દ્રારા ૧ હજારથી વધુ બેન્ક એકાઉન્ટની વિગતો એકઠી કરાઈ હતી. આ તપાસ એસએમસી ચલાવી રહી છે. એ દરમિયાન આ કૌભાંડકારી ભટ્ટ સામે એટીએસનો પણ સિકંજો કસાયો છે. એવી પણ વાત આવે છે કે જો ભટ્ટ મોઢું ખોલે તો કેટલાક ઉચ્ચ અધિકારીઓને આચં આવી શકે તેવુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech