વ્હાઇટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી વિલ્સની નિમણુક કરવામાં આવી છે.ચીફ ઓફ સ્ટાફ યુએસ સરકારમાં કેબિનેટ પોસ્ટ છે. તેની નિમણૂક અમેરિકાના રાષ્ટ્ર્રપતિ દ્રારા કરવામાં આવે છે. આ માટે સેનેટની મંજૂરીની જર નથી.નવ નિર્વાચિત રાષ્ટ્ર્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેમ્પેન મેનેજર સુસી વિલ્સને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુકિત આપી છે, ખાસ બાબત એ છે કે વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ બનનાર પ્રથમ મહિલા બન્યા છે સુસી વિલ્સ. આ સાથે તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે.
વ્હાઇટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફ તરીકે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી વિલ્સની નિમણૂક કરી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્ર્રપતિ જેડી વેન્સે આ વાતની પુષ્ટ્રિ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે વિલ્સ વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ બનનાર પ્રથમ મહિલા હશે.
સુસી વિલ્સની નિમણૂક એ જાન્યુઆરીમાં તેમના સંભવિત શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પનો પ્રથમ મોટો નિર્ણય છે. પોતાના ઓર્ડરમાં ટ્રમ્પે કહ્યું, સુસી વિલ્સે મને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી રાજકીય જીત હાંસલ કરવામાં મદદ કરી. તે મારા ૨૦૧૬ અને ૨૦૨૦ના સફળ અભિયાનનો અભિન્ન હિસ્સો હતી. સુસી કઠિન, સ્માર્ટ છે. મેરિકાને ફરીથી મહાન બનાવવાની દિશામાં આગળ વધનારી સુસીને યુનાઇટેડ સ્ટેટસના ઇતિહાસમાં પ્રથમ મહિલા ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસીને મળવાનું યોગ્ય સન્માન છે
કોણ છે સુસી વિલ્સ?
સુસી વિલ્સ લોરિડાના અનુભવી રિપબ્લિકન વ્યૂહર ચનાકાર છે. સુસીએ ૨૦૧૬ અને ૨૦૨૦માં લોરિડામાં ટ્રમ્પના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કયુ હતું. આ વખતે, ટ્રમ્પના સૌથી વધુ શિસ્તબદ્ધ અને સારી રીતે ચલાવવામાં આવેલા અભિયાનનો સંપૂર્ણ શ્રેય સુસી વિલ્સને આપવામાં આવી રહ્યો છે. સુસી વિલ્સ ૨૦૧૫માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલી હતી
ચીફ ઓફ સ્ટાફનું કામ શું છે?
ચીફ ઓફ સ્ટાફ એ યુએસ સરકારમાં કેબિનેટ પદ છે. તેની નિમણૂક અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. આ પોસ્ટ પર નિયુક્ત વ્યક્તિ માત્ર રાષ્ટ્રપતિને જ રિપોર્ટ કરે છે. ચીફ ઓફ સ્ટાફનું કામ રાષ્ટ્રપતિના કાર્યસૂચિને અમલમાં મૂકવાનું તેમજ સ્પધર્ત્મિક રાજકીય અને નીતિગત પ્રાથમિકતાઓને નિયંત્રિત કરવાનું છે. તેમને ગેટકીપર શબ્દ પણ આપવામાં આવે છે, જેઓ મેનેજ કરે છે કે કોણ રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ એ પણ નક્કી કરે છે કે રાષ્ટ્રપતિને મળનારા લોકોને ક્યારે અને કેવી રીતે બોલાવવા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech