જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે. સરકાર અને તપાસ એજન્સીઓ દિવસ રાત કામગીરી કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના બે સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શંકસ્પદ આતંકવાદીઓનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે
આ ઉપરાંત એજન્સીઓના સુત્રો દ્વારા એક ફોટોગ્રાફ પણ અપાયો છે. જેમાં ચાર આતંકીઓ હથિયારો સાથે ઉભેલા દેખાય છે. આ ચાર આતંકીઓ થોડા મહિના પહેલા કાશ્મીરમાં ઘુસ્યા હોવાનું ઈન્ટેલીજન્સ ઈનપૂટ હતું. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓ અને લોકો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે.
TRFએ આ હુમલાની જવાબદારી સ્વીકારી
કેન્દ્રીય એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. જેની રચના 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠનની શરૂઆત એક ઓનલાઈન યુનિટ તરીકે થઈ હતી. પરંતુ તે ઝડપથી એક સંપૂર્ણ આતંકવાદી સંગઠન તરીકે વિકસ્યું. જેમાં તહરીક-એ-મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિંદ જેવા હાલના સંગઠનોના તત્વો પણ આ સંગઠનમાં જોડાઇ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech