માધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર

  • April 25, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ૧૨ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં માધાપર વિસ્તારમાં ૧૪ કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કના કામો સહિત કુલ ૧૧૭ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.


સ્ટેન્ડિંગ કમિટી ની મીટીંગ પૂર્વે મળતી ભારતીય જનતા પાર્ટીની સંકલન મીટીંગ તેમજ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કાશ્મીરના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ૨૮ નાગરિક તેમજ રાજકોટમાં સિટી બસએ સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર નાગરિકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.


સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલી મુખ્ય દરખાસ્તો

૧.લીગલ ઇન્ટર્નની ઇન્ટર્નશીપ આધારિત ત્રણ જગ્યા ઉપસ્થિત કરવા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાથે એમઓયુ મંજુર (પ્રતિ માસ સ્ટાઇપન્ડ ૧ લાખ અનુસાર, વાર્ષિક ખર્ચ ૩૬ લાખ)

૨.નારાયણનગર પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન એન્ડ પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામ દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટ મંજુર

૩.પ્રાણી ઉદ્યાન ખાતે પ્રપોઝડ લાયન સફારી પાર્ક વિસ્તારમાં પાણીનો ટાંકો બનાવવાનું મંજુર

૪.પાણીને જંતુમુકત કરવા માટે લીકવીડ કલોરિનની ખરીદી મંજુર

૫.પાણીના શુધ્ધિકરણ માટે લિક્વીડ પોલી એલ્યુમીનીયમ ક્લોરાઇડ ખરીદી મંજુર

૬.ડી.જી.સેટ સર્વિસ તથા મેઈન્ટેનન્સ કામ માટે દ્વિવાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ મંજુર

૭.બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને એફ.પી.નં.૩૧/એ ટી.પી. પ્લોટ બાંધકામ મટીરીયલ, લેબર વસવાટ અને સાધન સામગ્રી રાખવા માટે જગ્યા ફાળવણી મંજુર

૮.ઘંટેશ્વર-વર્ધમાન નગર વિસ્તારની સોસાયટીઓમાં(નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પર એસ.આર.પી. કેમ્પ સામે) પાણીની પાઇપલાઇન મંજુર

૯.નાનામવા મેઇન રોડ ઉપર રાજનગર ચોકથી લક્ષ્મીનગર અન્ડરબ્રિજ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર મંજુર

૧૦.શહેરના વિવિધ રસ્તાઓ ઉપર આવેલ જુના હયાત સેન્ટર લાઇટીંગ પાંચ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓ એન્ડ એમ સાથે સીસ્ટમ સુધારણા-નવિનીકરણના કામ મંજુર

૧૧.વોર્ડ નં.૩માં પરસાણાનગર શેરી નં.૧માં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર મંજુર

૧૨.વોર્ડ નં.૬માં આવેલ રાજીવ આવાસ યોજના-ગોકુલનગર પ્રોજેક્ટમાં બિલ્ડીંગ ઇ,એફમાં રિનોવેશન કરવાનું મંજુર

૧૩.વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭ના વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ, ડિઝાઇન રોડ તેમજ સોસાયટીઓના રસ્તાઓ ડામર કાર્પેટ તથા રીકાર્પેટ મંજુર

૧૪.વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં અલય ગાર્ડન સોસાયટીમાં ડી.આઇ.પાઇપલાઇન નાખવાનું મંજુર

૧૫.શહેરીજનોને વોટ્સએપ દ્વારા રાજકોટ મનપાની સેવાઓ આપવા માટે પ્રોક્યોરમેન્ટ ઓફ વ્હોટ્સ એપ એપીઆઇ ફોર આરએમસી ઓન વ્હોટ્સ એપ સર્વિસના કામે દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ મંજુર ( પ્રતિ મેસેજ દીઠ ૭૦ પૈસાના ભાવે ગપસપ ટેકનોલોજી ઇન્ડિયા પ્રા.લિ.-નવી દિલ્હીને કોન્ટ્રાકટ)

૧૬.મ્યુનિ.આઈ.ટી. વિભાગ ખાતે આવેલ ડેટા સેન્ટરના બ્લેડ સેન્ટર અને સર્વર માટેના વાર્ષિક નિભાવની કામગીરીનો કોન્ટ્રાક્ટ વધુ છ માસ માટે લંબાવવાનું મંજુર

૧૭.વોર્ડ નં.૩માં પ્રાઈવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ મંજુર

૧૮.વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર છોટુનગરમાં નવી આંગણવાડી બનાવવાના તથા દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીમાં ફર્નિચર તથા જરૂરી રીનોવેશન મંજુર

૧૯.વોર્ડ નં.૭માં રામનાથ મહાદેવ મંદિર પાસે પાર્કિંગ માટે રીટેઇનીંગ વોલ બનાવવાનું મંજુર

૨૦. કુલ રૂ.૧૪ કરોડના ખર્ચે વોર્ડ નં.૩માં ૧૫૦ ફૂટ રિંગ રોડ માધાપર ચોકડીથી આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ પાઇપલાઇન, હાઉસ કેનેકશન ચેમ્બર્સ તથા રોડ રીસ્ટોરેશન કરવાનું મંજુર

૨૧.વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોકથી ડૉ. યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી, નવું બોકસ કલ્વર્ટ બનાવવાના કામ અંતર્ગત બાકી રહેતી વધારાની કામગીરીના કામ માટે કોન્ટ્રાકટ આપવાનું મંજુર

૨૨.મ્યુનિ. શાખાઓ માટે પરચુરણ સ્ટેશનરી ખરીદીનો દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ મંજુર

૨૩.મ્યુનિ. શાખાઓ માટે ટોનર કાર્ટીઝ ખરીદીનો દ્રિવાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ મંજુર

૨૪.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડના કન્સલ્ટન્ટની કામગીરી આપવાનું મંજુર

૨૫.ઢોર ડબ્બાના પ્રાણીઓ માટે ઘાસચારો સપ્લાય કરવાના કામનો દ્વિવાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ મંજુર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application