રાજકોટમાં તરીકે ઓળખ આપી વિદ્યાર્થી અને તેના મિત્ર પાસેથી રૂ. ૧૭ હજાર પડાવી લીધાના બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી લીધા હતાં.જયારે અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ યથવત રાખી છે.
બનવાની જાણવા મળીત વિગતો મુજબ, નાના મવા મેઈન રોડ પર દેવનગર 4/66ના ખુણે રહેતા અને થોડા સમય પહેલાં જ બીબીએનો અભ્યાસ પુર્ણ કરનાર અભય અશ્વિનભાઈ મુછડીયા (ઉ.વ. 21) ગઈ તા. 19નાં રોજ રાત્રે બે મિત્રો નયન ભીખાભાઈ મકવાણા (ઉ.વ. 19, રહે, વર્ધમાન વિહાર, કણકોટ રોડ) અને ક્રીષ રતીલાલ વાઘેલા (ઉ.વ. 19, રહે, પંચરત્ન પાર્ક, કણકોટ રોડ), સાથે એક્ટીવામાં અમુલ સર્કલે આવેલી ઈન્ડાની લારીએ નાસ્તો કરી ચુનારાવાડા ચોકમાં માવો ખાવા ગયો હતો.
જયાંથી બે અજાણ્યા શખસોએ બાઈક ઉપર તેમનો પીછો કર્યો હતો. ભુતખાના ચોક પાસેના એચપી પેટ્રોલ પમ્પ સામેના રોડ પર બન્ને શખ્સોએ તેમને અટકાવી કહ્યું કે, તમે ત્રણ સવારીમાં કેમ છો. બાદમાં તેમના એક્ટીવાની ચાવી કાઢી લીધી હતી. તે સાથે જ બન્ને શખસોએ કોઈને કોલ કરી કહ્યું કે, અમે પોલીસ છીએ, અમારા સાહેબ આવે તે પછી તમને કહેશુ કે તમારો વાંક શું છે. થોડીવાર બીજા બાઈક ઉપર વધુ બે અજાણ્યા શખસો આવ્યા હતાં અને તેમને કહ્યું કે, અત્યારે રાત્રે ચડ્ડો પહેરીને કેમ ફરો છો, ચાલો તમને પોલીસ ચોકીએ લઈ જવાના છે. બાદમાં આ ટોળકીએ રૂા. 5 લાખની માંગણી કરી હતી. પરંતુ અભય અને તેના મિત્રોએ રકમ આપવાની ના પાડતા તે શખસોએ કહ્યું કે, પૈસા નહી આપો તો તમને બધાને રેપ કેસમાં પોપટપરાની જેલમાં ત્રણ મહિના માટે પુરાવી દેશું, તમારે પૈસા તો આપવા જ પડશે. આ પછી ત્રણેય મિત્રોના ખીસ્સા ચેક કરવા લાગ્યા હતાં.
જેમાંથી નયનના પાકીટમાંથી રૂા. 7,000 નીકળતા તે પડાવી લીધા હતાં. આ પછી ત્રણેય મિત્રોના આધાર કાર્ડ અને ફોન પે પણ ચેક કર્યા પછી કહ્યું કે, રૂા. 10,000 તો આપવા જ પડશે. જેથી અભયે તેના મિત્ર પૃથ્વીરાજસિંહ ચૌહાણને કોલ કરી રૂા. 10,000 ઓનલાઈન મગાવ્યા હતાં. આ પછી તે શખસોએ કોઈની પાસેથી સ્કેનર મંગાવ્યું હતું. જેની મદદથી અભયના ખાતામાં રહેલા રૂા. 10,000 ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં ચારેય શખસો જતા રહ્યા હતાં.જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.
બનાવને લઇ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.વાય. મહંત અને સ્ટાફે તપાસ હાથ ધરી ટોળકીના બે સભ્યો સમીર ઉર્ફે ઇસ્માઇલ ચાનીયા અને રોહિત રાજુભાઇ મકવાણાને ઝડપી લઇ તેની પૂછપરછ શરૂ કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે. આરોપી સમીર ગાડી લે વેચનું તથા રોહિત ફ્રેબીકેશનનું કામ કરતો હોવાનું માલુમ પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech