કોઠારીયા રોડ પરના આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં યુવકને ચાર બુકાનીધારીએ રોકીને છરી વડે હુમલો કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયા હતા. ઘવાયેલા યુવકને છરીનો ઘા લાગી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવના પગલે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ આસામનો અને કોઠારીયા રોડ પર આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભાડાની ઓરડીમાં રહેતો જંગલું ધનવરભાઈ આદિવાસી (ઉ.વ.35)નો યુવક રાત્રીના અગ્યારેક વાગ્યે નજીક રહેતા ભાઈ-ભાભીના ઘરેથી જમીને પોતાના રૂમે જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા ચાર બુકાનીધારીઓએ આંતરી મોબાઈલ અને પૈસા સહિતની વસ્તુઓ આપી દેવા માટેનું કહેતા યુવકે આપવાની ના પાડતા શખસોએ પકડી યુવકને છરીનો ઘા સાથળના ભાગે મારી દઈ ખિસ્સામાં રહેલો મોબાઈલ અને રોકડ 200 રૂપિયા લઈ નાસી છૂટ્યા હતા. દેકારો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને ફોન કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે યુવકનું નિવેદન નોંધવા આવતા પોતે ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech