ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા હાલમાં લેવામાં આવી રહેલી ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષામાં બુધવારથી સીસીટીવીના ફટેજની ચકાસણી શ કરવામાં આવી છે.રાજકોટમાં ફટેજની ચકાસણી માટે બે જેટલા સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સેન્ટરો પર હાલના તબક્કે ૩૦ કરતા વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જોકે, જેમ જેમ પરીક્ષા આગળ વધશે અને સ્ટાફની જર પડશે તેમ સ્ટાફ વધારવામાં આવશે તેમ ડી.ઇ.ઓ એ જણાવ્યું હતું.રાજકોટ શહેરમાં બે સેન્ટર અને ગ્રામ્યમાં ૨ સેન્ટર પર ફટેજની ચકાસણી કરાશે. ચકાસણી દરમિયાન શંકાસ્પદ કેસ જણાશે તો તે અલગ તારવી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ આવા ફટેજના આધારે પકડાયેલા વિધાર્થીઓ સામે કોપી કેસ દાખલ કરવામાં આવશે. દરવર્ષે પરીક્ષા દરમિયાન જેટલા વિધાર્થી કોપી કરતા પકડાય છે તેના કરતા વધુ વિધાર્થીઓ સામે ફટેજના આધારે કોપી કેસ થાય છે. શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષા માટે એવી સ્કૂલોને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, યાં સીસીટીવીની સુવિધા હોય. પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોનું સીસીટીવીના માધ્યમથી રેકોડિગ કરવામાં આવે છે. રેકોડિગ કર્યા બાદ ફટેજની બે સીડી તૈયાર કરીને જિલ્લ ા કક્ષાએ મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ જિલ્લ ા કક્ષાએ ફટેજની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે. ફટેજની ચકાસણી માટે રાજકોટ શહેરમાં બે અને ગ્રામ્યમાં ૨ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સેન્ટરો પર આજથી જ ફટેજની ચકાસણી કરી તેનો અહેવાલ ઉપર મોકલવામાં આવશે. હાલમાં પ્રાથમિક તબક્કે આ બે સેન્ટરો પર ૧૫–૧૫નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જોકે, જેમ જેમ સિડીની સંખ્યા વધતી જશે તેમ તેમ સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવશે. બોર્ડ દ્રારા આ વખતે વહેલુ પરિણામ જાહેર કરવામાં આવનાર હોવાથી જેમ બને તેમ વહેલા ફટેજની ચકાસણીની કામગીરી પુર્ણ કરવામાં આવશે. ધોરણ ૧૦માં બેઝિક ગણિતનું પેપર સાવ સહેલું, સ્ટાન્ડર્ડ ગણિતમાં બે ચાર પ્રશ્નો ટિસ્ટ કરીને પૂછાયાધોરણ ૧૦ માં આજે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત ની પરીક્ષા લેવાઈ હતી જેમાં બેઝિક ગણિતમાં ૩૫,૪૩૭ વિધાર્થીઓ હોય ગણિતનું પેપર આપ્યું હતું યારે ૬૮૩ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ગણિત ના પેપર માં ૪૮૩૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને નવ વિધાર્થીઓ માત્ર ગેરહાજર રહ્યા હતા. ગણિતના શિક્ષક મિતેશ પઢિયારે આજના પેપર અંગે પ્રતિક્રિયા માં જણાવ્યું હતું કે બોર્ડ દ્રારા બ્લુ પ્રિન્ટ આધારિત જ પેપર લેવામાં આવ્યું હતું અને ૭૦% કોર્સમાંથી જ પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૦ ના બેઝીક પેપરમાં પેપર એકદમ સરળ રહ્યું હતું યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં બે ચાર પ્રશ્નો ટિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા પરંતુ સ્ટાન્ડર્ડ ગણિતના વિધાર્થીઓ માટે ખાસ અધરા ન કહી શકાય. ધોરણ ૧૨ સાયન્સમાં આજે કેમેસ્ટ્રી અને કોમર્સમાં ઇકોનોમિકસ નું પેપર હતું. ગણિતના પેપરમાં કોપી કેસ નોંધાયો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech