દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના હસ્તે રાજકોટમાં તા. ૬ ના નવી જિલ્લા કોર્ટનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આ ઉદઘાટન કાર્યક્રમની વ્યવસ્થાઓના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની મિટિંગ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ, હાઈકોર્ટના જસ્ટિસ તેમજ અન્ય મહાનુભાવોના આગમનથી લઈને મુખ્ય કાર્યક્રમ તેમજ સંલ તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિચારણા તેમજ કાર્ય વહેચણી કરવામાં આવી હતી.
આ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ગાર્ડ ઓફ ઓનર આપવા, તેઓની ભોજન વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સંદર્ભે વિવિધ વિભાગના ૩૬ ઉચ્ચ અધિકારીઓને વિવિધ ફરજો સોપવામાં આવી છે. આ મિટિંગમાં રાજકોટ સિટી ડી.સી.પી. ઝોન–૧ સનસિંહ પરમાર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, આસિ. કલેકટર દેવાહત્પતિ, આસિ. કલેકટર નિશા ચૌધરી, અધિક કલેકટર ઇલાબહેન ચૌહાણ, પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડન્ટ કે.બી. શાહ, માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને રાહત્પલ ગમારા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર તેમજ અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech