રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં આવી શહેરની મુખ્ય બજાર લાખાજીરાજ માર્ગ અને ધર્મેન્દ્ર રોડ સહિતની મુખ્ય બજારોમાં હાલ દિવાળીના તહેવારોની ગ્રાહકીના સમયે બજારની ફૂટપાથ ઉપર તેમજ રોડની બન્ને બાજુએ લારીગલ્લા, પાથરણાવાળા અને ફેરિયાઓ દબાણ કરીને બેસી જતા હોય ગ્રાહકો દુકાનમાં પ્રવેશી શકતા ન હોય વેપાર ધંધાને ભારે ફટકો પડી રહ્યો હોય તાત્કાલિક અસરથી દબાણો દૂર કરવા વેપારીઓએ માંગણી કરી હતી તેમજ જો દબાણો દૂર નહીં કરાય તો ઉપવાસ આંદોલનની ચિમકી આપી હતી.
વેપારીઓ દ્વારા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શિતા શાહની આગેવાનીમાં રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસિએશન પ્રમુખ હિતેષભાઈ અનડકટ, ધી રાજકોટ રેડીમેઈડ ગાર્મેન્ટ મરચન્ટ્સ એસોસિએશન પ્રમુખ જયેશભાઈ ધામેચા, લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન પ્રમુખ મહેશભાઈ મહેતા મૌલિકભાઇ વાઢેર, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, દિવાનપરા વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપેશભાઇ રાચ્છ સહિતના 100થી વેપારીઓ મહાપાલિકા કચેરીમાં ધસી આવ્યા હતા અને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે કમિશનર તેમજ મ્યુનિ. પદાધિકારીઓએ પ્રશ્ન ઉકેલવા માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.
વિશેષમાં વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, લગભગ ચાર મહિનાથી રાજકોટ મ્યુ.કમિશ્નર તરીકે ચાર્જ સંભાળેલ છે. પરંતુ અગાઉ બે કમિશનરોને દબાણ હટાવવા અંગે ઉગ્ર રજુઆતો કરેલ છે. પરંતુ મ્યુનિ.અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ અમારી આ ફરીયાદ રજુઆત ધ્યાન ઉપર લેવામાં આવેલ નથી, એ ખરેખર ખુબજ દુખ:દ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજકોટની મુખ્ય બજાર એવા લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્રરોડ, ઘી કાંટા રોડના તમામ વેપારીઓ આ રોડ ઉપર બેસીને સામાન વેચતા પાથરણા વાળા કે લારીવાળાઓથી પરેશાન છીએ. અમારા શોરૂમ કે દુકાન આગળ પાથરણા પાથરીને રસ્તા ઉપર દબાણ કરીને આવા લોકો જે ખુબ જ માથાભારે તત્વો પણ છે. વેપારી કોઈપણ જાતની દલીલ કે પ્રતિકાર કરી શકતા નથી. વારંવાર મારામારી-ઝઘડા પણ થયેલ છે. અને રવિવારે તો જાણે ગુજરીબજાર હોય તેમ મોટા પ્રમાણમાં આવા લોકો રોડ ઉપર બેસી જાય છે. આવનાર ગ્રાહકના પાકીટ તેમજ મોબાઈલફોન પણ ખુબ જ મોટી સંખ્યામાં ચોરાઈ જાય છે. રસ્તા ઉપર ફેરિયા દબાણ કરીને બેસતા હોવાથી દુકાનદારો, ગ્રાહકો કે ટુ વ્હીલર લઇને કે ચાલીને પણ આવી શકતા નથી.
વધુમાં આવેદનપત્રમાં ઉમેર્યું છે કે આગામી દિવસોમાં તહેવારો આવતા હોય અમારા દુકાનદારો અને શોરૂમ સંચાલકો આ દબાણ થી ખુબજ નારાજ છીએ માટે અમો વિવિધ એશોસીએશન સાથે મળી આ સમસ્યાનો તાત્કાલીક ઉચીત નીરાકરણ લાવી લાખાજીરાજ રોડ ઉપર કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે તેમજ ઉપરોકત મુખ્ય બજાર વિસ્તાર ને નો ફેરીયા ઝોન જાહેર કરવામાં આવે તેવી અમારી માગણી છે. દબાણોની સમસ્યાનો જો કાયમી ધોરણે ઉકેલ નહી લાવવામાં આવે તો તમામ મુખ્ય બજાર ના એસોશીએશન સાથે મળી રાજકોટ ના સાંગણવાચોક ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસીશું તેવો સવર્નિુમતે નિર્ણય કરવામાં આવેલ છે તેમ અંતમાં જણાવ્યું છે.
વેપારી ગયા ને ફેરિયા આવ્યા, કાઉન્ટર રજૂઆત દિવાળી ટાણે અમને પણ બે પૈસા કમાવા દ્યો...!
લારીગલ્લા, ફેરિયા અને પાથરણા વાળાઓના દબાણો હટાવવા માટે વેપારીઓ સામુહિક રીતે એકત્રિત થઇને તેમના વિરુદ્ધ રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ પહોંચ્યા હોવાનું માલુમ પડતા ફેરિયાઓ પણ કચેરીએ દોડી આવ્યા હતા અને કમિશનર તેમજ ચેરમેન સહિતના પદાધિકારીઓને દિવાળી ટાણે રોડ ઉપર બેસવા મંજૂરી આપી બે પૈસા કમાવા દ્યો તેવી રજુઆત કરી હતી.
વેપારી અને પાથરણાવાળા બન્નેને નુકસાન ન જાય તે રીતે પ્રશ્ર્ન ઉકેલશું: જયમીન ઠાકર
રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે દુકાનદાર વેપારીઓની રજુઆત વ્યાજબી છે, દબાણના કારણે તેમને વેપારમાં નુકસાન જતું હોય તો દબાણ દૂર કરાશે પરંતુ સાથે જ દિવાળીના તહેવારો ટાણે પેટીયું રળવા માટે રોડ ઉપર પાથરણા પાથરી રંગોળીના કલર, દિવા માટેના કોડિયા, સ્ટીકર તેમજ શુસોભનની ચીજ વસ્તુઓ વેંચતા ગરીબ ફેરિયાઓના પેટ ઉપર પાટુ ન લાગે તે રીતે પ્રશ્ન ઉકેલાશે. લાખાજીરાજ રોડથી તદ્દન નજીકમાં આવેલી લાખાજીરાજ સ્કૂલના ગ્રાઉન્ડમાં હાલ તહેવારો પૂરતા ફેરિયાઓને બેસવા દેવા વિચારણા શરૂ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech