ટંકારામાં ચાલી રહેલા મહોત્સવની આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પૂણર્હિુતિ થશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિ અંતર્ગત ટંકારા ખાતે જન્મોત્સવની ત્રિ દિવસીય ઉજવણી ચાલી રહી છે જેમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ મહોત્સવમાં જોડાયા હતા જ્યારે આજે રાષ્ટ્રપતિ ટંકારા ખાતે આવી રહ્યા છે અને તેમની ખાસ ઉપસ્થિતિ વચ્ચે મહોત્સવનું સમાપ્ન થશે.
આજે બપોરે 12 વાગ્યે રાષ્ટ્રપતિ નું આગમન થવાનું છે તે પૂર્વે મોરબી ટંકારા વચ્ચે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. રાષ્ટ્રપતિ ના આગમન પૂર્વે અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ આર્ય સમાજના અનુયાયીઓઅને મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ નું સ્વાગત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના ટંકારામાં આર્ય સમાજ દ્વારા આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મોત્સવની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ટંકારા ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યું છે જ્યાં રાષ્ટ્રપતિ નું આગમન થયું હતું. રાષ્ટ્રપતિનું રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ના આ કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનગઢ ગુરૂકુળ એનસીસી કેમ્પ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનાર યોજાયો
May 21, 2025 03:29 PMકરૂણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કામગીરીને કલેક્ટરએ બિરદાવી
May 21, 2025 03:26 PMભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસે પ્રાર્થના કરી
May 21, 2025 03:22 PMસિહોર તેમજ ઉમરાળા, વલ્લભીપુર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા
May 21, 2025 03:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech