જમ્મુ-કાશ્મીરમાં રક્ષાબંધન પછી ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે. ઉલેખનીય છે કે કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત આ આયોજન થઈ રહ્યું છે, જેથી વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં કરાવવાની યોજના છે. જેના ભાગ રૂપે 24 જૂનથી નવી દિલ્હીમાં રાજ્યના માસ્ટર ટ્રેનર્સની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ બનાવી દેવામાં આવી છે. છેલ્લે નવેમ્બર-ડિસેમ્બર 2014માં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પછી 2015માં પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર બની હતી, પરંતુ ભાજપ દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે સરકાર જૂન 2018માં પડી ગઈ હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સ્તરના ત્રણ માસ્ટર ટ્રેનર્સને 24 થી 26 જૂન દરમિયાન દિલ્હીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓ અને નેશનલ માસ્ટર ટ્રેનર તાલીમ આપશે. જેમાં 25 જેટલા માસ્ટર ટ્રેનર્સનો સમાવેશ થશે. તેમને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech