ઉપલેટા: અડધા કરોડની ખનીજ ચોરી ઝડપતા નવનિયુકત મામલતદાર

  • November 14, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથક ખનીજ ચોરો માટે સ્વર્ગ ગણાય છે પણ જયારે અધિકારી કાયદાનું ભાન કરાવે ત્યારે નર્ક કરતા પણ વધુ ખરાબ હાલત થતી હોય છે. ગઇકાલે આવુ જ ઉપલેટા પંથકના ખનીજ ચોરો ઉપર થતા ખનીજ ચોરી કરતા માથાભારે શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નવ નિયુકત મામલતદારે આકરી કાર્યવાહી હાથ ધરેલ હતી.
ઉપલેટાના કોલકી બાયપાસે પોરબંદર હાઇ–વે પર વહેલી સવારે નવ નિયુકત મામલતદારને મળેલી બાતમી આધારે પ્રથમ ટ્રક નં.જીજે–૨૫ઇ–૭૭૭૭ અટકાવી તપાસ કરતા તેમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ૨૦ ટન, બીજા ટ્રક નં.જીજે–૧૦ઝેડ–૮૯૫૧ જેમા ૨૦ ટન લાઇમ સ્ટોન, ત્રીજા ટ્રક નં.જીજે–૦૩ એએકસ–૭૫૯૮ જેમાં ૨૦ ટન લાઇમ સ્ટોન તેમજ ચોથી ટ્રક નં.જીજે–૧૦ એકસ–૮૮૧૮ જેમાં પણ ૨૦ ટન લાઇમ સ્ટોન ભરેલ હોય તમામ ગાડીમાં લાઇમ સ્ટોનની પાસ–પરમીટ ન હોવાથી ચારેય ટ્રક ગેરકાયદેસર રીતે બ્લ્િડીંગ લાઇમ સ્ટોનનું ગેરકાયદેસર વહન કરતા હોવાથી ૮૦ ટન રેતી કિંમત ચાર લાખ રૂપિયા તેમજ ચાર ટ્રક કિંમત ૩૯ લાખ મળી કુલ ૪૩ લાખ રૂપિયાના જથ્થાને સીઝ કરેલ હતો.
ગેરકાયદેસર લાઇમ સ્ટોન વહન કરવા માટે અને મામલતદાર ગુ માહિતી પુરું પાડતા શખસો ઉપર પણ મામલતદાર આકરી કાર્યવાહી હાથ ધરી નંબર વગરની સ્વીફટ કાર અને એક બાઇકને પણ પોલીસે ઝડપી લીધું હતું. આમાં ૫૩ લાખ જેવો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, છેલ્લ ા પાંચ વર્ષમાં ૧૩ કરોડથી વધુ રૂપિયાનો માલ ઉપલેટા પંથકમાં સીઝ થયો છે. જેમાં આગળ તાત્કાલિન મામલતદાર ગોવિંદજી મહાવદિયા દ્રારા પોણા ત્રણ વર્ષમાં સાત કરોડ કરતા વધુ તેમજ મહેશ ધનવાણી દ્રારા ૬ કરોડ કરતા વધુ મુદ્દામાલ સીઝ કરી સરકારની તિજોરીમાં સારી આવક થઇ હતી. ગઇકાલે ૪૮ કલાકમાં સતત ગેરકાયદેસર વહન કરતા ખનીજ ચોરો અટકાવી. અર્ધા કરોડ રૂપિયાના મુદ્દામાલ સીઝ કરતા ખનીજ ચોરી કરતા માથાભારે શખસોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો

વધુ એક સાદી રેતીનો ટ્રક પકડી પાડયા છેલ્લ ા ૪૮ કલાકમાં ચાર લાઇમ સ્ટોન ભરેલા ટ્રક ઝડપી લીધા બાદ ગત રાત્રે ખાખીજાળીયા રોડ ઉપર મામલતદાર નિખિલ મહેતા ફરેણીમાં હતાં ત્યારે દ્રારકાધીશ પેટ્રોલિયમ પાસે ૪૦ ટન ભરેલ સાદી રેતીના ટ્રક નં.જીજે–૧૩એડબલ્યુ–૬૧૧૬ની તપાસ કરતા ડ્રાઇવર મળી ન આવતા ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસને હવાલે કર્યા હતાં.

નંબર પ્લેટ વગર વાહનનો ઉપયોગ ખનીજ ચોરીમાં
ખનીજ ચોરોમાં નંબર પ્લેટ વગરના વાહનો અગાઉ પણ પકડાયેલા છે. આજે પણ આવા વાહનો પકડાતા આની પાછળ ખનીજ ચોરોના શું ઇરાદો હોઇ શકે તેમજ પોલીસ અને આરટીઓની આંખમાં ધુળ નાખવાનું કારણ શું તે જાણવું તત્રં માટે ખુબજ મહત્વનું છે.વધુ એક સાદી રેતીનો ટ્રક પકડી પાડય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application