કૂતરાનો આવો સ્વેગ ક્યારેય નહીં જોયો હોય, માણસો જેવા કપડાં અને ચશ્મા પહેરે છે, દર મહિને કમાય છે 1 લાખ રૂપિયા!

  • October 29, 2024 08:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હીરો-હીરોઈનોને જોઈને લોકો તેમની સ્ટાઈલની ખૂબ કોપી કરે છે. તેમના જેવા કપડા પહેરવા માંગે છે, ચશ્મા ખરીદવા માંગે છે, તેમના જેવી ઘડિયાળો લેવા માંગે છે પણ ઈંગ્લેન્ડના કૂતરાને જોયા પછી લોકો તેના જેવા બનવાનો પણ પ્રયત્ન કરે છે! કારણકે આ ડોગની સ્ટાઈલ અને સ્વેગ કોઈ સેલિબ્રિટી કરતા ઓછી નથી. તે માણસની જેમ પોશાક પહેરે છે ખૂબ પૈસા કમાય છે. દર મહિને તે 9-5 નોકરીઓમાં કામ કરતા લોકો કરતાં વધુ કમાય છે.


અહેવાલ મુજબ ઈંગ્લેન્ડના કોવેન્ટ્રીમાં રહેનાર 25 વર્ષીય કેલમ બાર્બર એક માળી છે. તેની પાસે કેન કોર્સો જાતિનો એક કૂતરો છે, જેનું નામ મિસ્ટ છે. મિસ્ટ 2 વર્ષની માદા છે પરંતુ તે સામાન્ય કૂતરા જેવી નથી દેખાતી. તે એટલા માટે કારણકે મિસ્ટને તેના માલિક દ્વારા માણસની જેમ કપડાં પહેરાવીને અને સ્ટાઇલિશ રીતે તૈયાર કરવામાં આવે છે.


મિસ્ટના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર વાયરલ થતા રહે છે. વીડિયોમાં કૂતરો ચશ્મા અને સ્ટાઇલિશ કપડાં પહેરીને સાઇકલ પર પણ બેઠો જોવા મળે છે. જાણીને નવાઈ લાગશે કે તેના વીડિયો ટિકટોક પર એટલા વાયરલ થઈ રહ્યા છે કે તેને ટિકટોક વ્યૂઝના પૈસા મળી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સલ અને એક્સપેડિયા જેવી કંપનીઓ સહયોગ પણ કરી રહી છે. આ રીતે તે દર મહિને લગભગ 1 લાખ રૂપિયા કમાય છે.


કેલમે કહ્યું કે તે મિસ્ટની કમાણી એક અલગ બેંક ખાતામાં જમા કરે છે, જે તે ફક્ત કૂતરા પર જ ખર્ચ કરે છે. જેમાં ડોક્ટરના બિલ, કપડાના ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. મિસ્ટનો વિડિયો વાયરલ થતાં, કેલમ તેની સાથે રૂ.1600ની કિંમતની સ્ટીક ખવડાવે છે. કેલમે કહ્યું કે તેને તેના કૂતરા પર ગર્વ છે. મહિનાના ખર્ચને બાદ કરતાં, કેલમે મિસ્ટના પૈસામાંથી આશરે રૂ. 1 લાખની બચત કરી છે. તેણે કહ્યું કે એક વખત મિસ્ટ સોફા પર બેઠી હતી અને માણસની જેમ દેખાઈ રહી હતી, ત્યારે અચાનક કેલમને મિસ્ટનો વીડિયો બનાવવાનો વિચાર આવ્યો. પહેલો વીડિયો આ વર્ષે ફેબ્રુઆરીમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વાયરલ થયો હતો. તે પછી કંપનીઓએ પણ સહયોગ માટે સંપર્ક કરવાનું શરૂ કર્યું. કેલમે આ કૂતરો 8 અઠવાડિયાનો હતો ત્યારે ખરીદ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application