ભાવનગર રોડ પર ગંજીવાડા-૨૪ના ખુણે બજરંગ ચોકમાં પડોશીઓ વચ્ચે ગાળો બોલવા મામલે થયેલી મારામારી થઇ હતી.જેમાં તલવાર- પાઇપ વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. એક બીજાની આંખમાં મરચાની ભુકી છાંટી ધમકી પણ અપાઇ હતી. જે અંગે થોરાળા પોલીસે સામસામી ફરિયાદ નોંધવવામાં આવી છે.
આ બનાવમાં જયેશ ઉર્ફ જયદિપ નારણભાઇ પરમાર (ઉ.વ.૨૬) ની ફરિયાદ પરથી તેના પડોશી રવિ રાજુભાઇ વાળા, રાજુભાઇ વાળા, શની રાજુભાઇ વાળા અને આરતીબેન રાજુભાઇ વાળા વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.
જયદિપ ઉર્ફ જયેશ ઇમિટેશનનું કામ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૬ના રાતે મારી પત્નિ સ્મીતાએ મને વાત કરી હતી. આ પછી હું રાતે ઘરની બહાર ઉભો હોઈ ત્યારે પડોશી રવિની પત્નિ પણ ઉભી હોઇ મેં તેને તારા પતિને શુ પેટમાં દુઃખે છે? કેમ મારી ઘરવાળીને ગાળો આપે છે? બોલાવ તારા ઘરવાળાને તેમ કહેતા તેણીએ પોલીસને ફોન કરતાં મે પણ ગાડી બોલાવવા ફોન લગાવ્યો હતો. આ દરમિયાન પોલીસ આવતાં હું ગાડીમાં ફોન આપવા જતાં રવિના પિતા રાજુભાઈ, રવિનો ભાઈ શની આવી ગયા હતાં અને મને પકડી લીધો હતો. એ પછી રવિની બહેન આરતીએ આવી અમારા ઘરના લોકો ઉપર આંખામાં મરચાની ભુકી છાંટી દીધી હતી અને મારા પર પાઇપનો ઘા કરતા તેમજ તલવાર માથામાં મારતા ઇજા થઇ હતી.
જયારે સામાપક્ષે ગંજીવાડા- ૨૪ ના ખુણે રહેતા રવિ રાજુભાઇ વાળા (ઉ.વ.૨૬) ને પણ ઇજા થતાં દાખલ થયો હોઇ તેની ફરિયાદ પરથી પોલીસે જયેશ નારણભાઇ પરમાર, જયેશના માતા, નારણભાઇ પરમાર અને સ્મીતા જયેશ પરમાર સામે ગુનો નોંધ્યો છે. રવિ પણ ઇમિટેશનનું કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે પાંચમીએ રાતે હું અને પરિવારજનો ઘર પાસે હતા ત્યારે પડોશી જયેશે તમે હીજડા છો તેમ કહી બોલચાલી કરી હતી. બાદમાં ૭મીએ રાતે સાડા બારેક વાગ્યે હું, મારા પત્નિ ઘરની બાલ્કીનમાં હતા ત્યારે પણ જયેશે ગાળો દેતા મેં પોલીસને બોલાવતાં જયેશે મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતા. ત્યાં તેની માતા આવી ગઇ હતી અને મને હાથમાં બટકુ ભરી લીધુ હતું. મારા પિતા છોડાવવા આવતા જયેશે તેને પણ પાઇપ મારી લીધો હતો અને જયેશની પત્નિ સ્મીતાએ મારી બહેન આરતીને મારમારી મારા પરિવારના સભ્યોની આંખમાં મરચાની ભુકી છાંટી હતી. જેથી મારી પત્નિ પણ ઘરમાંથી મરચાની ભુકી લઇ આવી હતી અને જયેશ, સ્મીતા સહિતની ઉપર છાંટી હતી. જયેશે ગાળો દઇ મારી નાખવાની ધમકી પણ આપી હતી. થોરાળા પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જયંત નાર્લીકરનું ૮૬ વર્ષની વયે નિધન
May 21, 2025 10:33 AMપુતિન શાંતિ મંત્રણામાં વિલંબ કરશે તો હજુ નવા પ્રતિબંધ:યુએસની સ્પષ્ટ ચેતવણી
May 21, 2025 10:31 AMકન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ મળ્યું
May 21, 2025 10:15 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech