આજે ભારતીય વિજ્ઞાન જગત માટે દુઃખદ દિવસ છે, જ્યારે બે મહાન વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રી ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકર અને પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. એમ.આર. શ્રીનિવાસનનું અવસાન થયું. બંને વૈજ્ઞાનિકોએ પોતપોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું અને વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું.
ભારતના વિશ્વપ્રસિદ્ધ ખગોળ-ભૌતિકશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રહ્માંડના સર્જન વિશેની વિશિષ્ટ સ્ટેડી સ્ટેટ થિયરી રજૂ કરનારા ડો. જયંત વિષ્ણુ નાર્લીકર(૮૬)નું નિધન થયું છે. ૨૦મે એ ડો.જયંત નાર્લીકરનું તેમના પુણેના નિવાસસ્થાને નિદ્રાવસ્થામાં જ અવસાન થયું હતું. આ મુઠ્ઠીઉંચરા ખગોળ-ભૌતિકશાસ્ત્રીના અવસાન સાથે જ વિજ્ઞાન વિશ્વનો એક તેજસ્વી તારો બુઝાઇ ગયો છે.
ડો જયંત નાર્લીકરનું અવસાન વૃદ્ધાવસ્થા સંબંધિત શારીરિક સમસ્યાઓને કારણે થયું છે. ડો.જયંત નાર્લીકર તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી ખગોળ-ભૌતિકશાસ્ત્રનું સંશોધનકાર્ય કર્યું હતું. સતત સક્રિય રહ્યા હતા. તેમના મૃતદેહને આવતીકાલે, ૨૧,મે એ આઇયુકા સંસ્થામાં જાહેર દર્શન માટે લાવવામાં આવશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર થશે. ડો. જયંત નાર્લીકરના પરિવારમાં તેમની ત્રણ દીકરીઓ ગીતા, ગિરિજા, લીલાવતી છે. તેમનાં ધર્મપત્ની અને આલા દરજ્જાનાં ગણિતશાસ્ત્રી મંગલા નાર્લીકરનું ૨૦૨૩માં અવસાન થયું હતું.
ડો.જયંત નાર્લીકરે ખગોળ--ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજળું અને ઉપયોગી યોગદાન આપ્યું છે. ખાસ કરીને તેમની બ્રહ્માંડના સર્જન વિશેની સ્ટેડી સ્ટેટ થિયરી અને હોયલ - નાર્લીકર થિયરી ઓફ ગ્રેવિટી આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ પ્રસિદ્ધ થઇ છે.
ઉપરાંત, ડો.જયંત નાર્લીકરે ૧૯૮૮માં ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુકા)ની સ્થાપના કરીને ભારતનાં વિજ્ઞાન ક્ષેત્રનાં અસંખ્ય વિદ્યાર્થિઓને ખગોળશાસ્ત્રમાં અને ભૌતિકશાસ્ત્રીઓમાં સંશોધન કરવા પ્રેરણા આપી છે. ભારતને યુવાન ખગોળશાસ્ત્રીઓની બહુમૂલ્ય ભેટ આપી છે. હાલ આઇયુકા વિજ્ઞાન સંસ્થામાં ભારત સહિત વિશ્વના ઘણા દેશનાં વિદ્યાર્થીઓ ખગોળ-ભૌતિકશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ સાથોસાથ સંશોધનકાર્ય પણ કરી રહ્યાં છે.
ડૉ. એમ.આર. શ્રીનિવાસનનું અવસાન
ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના અનુભવી અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. એમ. આર. શ્રીનિવાસનનું પણ મંગળવારે અવસાન થયું. તેઓ ૯૨ વર્ષના હતા. ડૉ. શ્રીનિવાસને ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને દેશના પ્રથમ પરમાણુ રિએક્ટરના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયાસોથી ભારતને પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ મળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech