ઘરકંકાસે પરિવાર ઉજાડ્યો, માતાએ ચાર માસુમ બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા તમામના કરૂણ મોત, ખોબા જેવડા ગામમાં સોંપો પડી ગયો

  • April 04, 2025 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ગતરાત્રીના સામુહિક આપઘાતની ઘટનાથી સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ધ્રોલ તાલુકાના સુમરા ગામની હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં ઘર કંકાસના કારણે 4 માસૂમ બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યો છે.


મૃતકોના નામ


  1. ભાનુબેન જીવાભાઈ ટોરિયા, ઉંમર 32 વર્ષ
  2. આયુષ જીવાભાઈ ટોરિયા, ઉંમર 10 વર્ષ
  3. આનંદીબેન ટોરિયા, ઉંમર 4 વર્ષ
  4. આજુબેન ટોરિયા, ઉંમર 8 વર્ષ
  5. ઋત્વિક ઉંમર 3 વર્ષ


સમગ્ર પંથકમાં ભારે આઘાતની લાગણી વ્યાપી 
જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાના સુમરા ગામે 5 લોકોનો સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં ભારે આઘાતની લાગણી વ્યાપી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. મરણજનારમાં માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા ઉંમર 32 તથા તેના બાળકોમાં આયુષ જીવાભાઈ ટોરિયા ઉ.10, આનંદી ટોરિયા ઉ.4, અંજુ ટોરિયા ઉ.8 અને ઋત્વિક 3 વર્ષનો સમાવેશ થાય છે.


ઘર કંકાસનાં કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન
ધ્રોલના સુમરા ગામે આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભારે ગમગીનીનો માહોલ છવાયો હતો, જયારે જામનગર ગ્રામ્ય ડિવાઇએસપી આર બી દેવધા અને ધ્રોલ પોલીસનો કાફલો ધ્રોલ હોસ્પિટલ ખાતે તેમજ સુમરા ગામે તપાસ માટે પહોંચ્યો હતો અને પ્રાથમિક જાણવા મળતી વિગતોમાં માતાએ ઘર કંકાસનાં કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે. પરંતુ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application