જૂનાગઢમાં નવા વર્ષ અંતર્ગત પોલીસ તત્રં દ્રારા વિવિધ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ માખીયાળાની સીમમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માખીયાળા સીમ વિસ્તારમાં આવેલ સિમેન્ટના ગોડાઉનમાં દરોડો પાડી ૧૦.૧૧ લાખની કિંમતનો ૧૭૯૯ બોટલ વિદેશી દા ઝડપી બે બુટલેગરો અને ગોડાઉન ભાડે આપનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ માખિયાળાની સીમમાં આવેલ એ વન ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ગેટ નંબર ત્રણ ની બાજુમાં આવેલ ક્રિષ્ના પુટ્ટી સિમેન્ટના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પીએસઆઇ એવી પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડી બધં ગોડાઉનના તાળા ખોલી તપાસ કરતા બાચકાઓની આઙમાં રાખેલ .૧૦.૧૧ લાખની કિંમતનો દાનો જથ્થો મળી આવ્યો હતો.તપાસ કરતા આ ગોડાઉન નો માલિક પ્રદૂષણ બોર્ડના અધિકારીની દીકરીના નામે હોવાનુ ખુલ્યું હતું અને એક મહિના પહેલા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અશ્વિન સામત રાવલિયા નામના સખસે ભાડે રાખ્યું હતું. દાના જથ્થા અંગે તપાસ કરતા જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા લખન મે ચાવડા, એભા ઉર્ફે જયેશ મેભાઈ ચાવડા બંને ભાઈઓનો હોવાનું સામે આવ્યું હતું. જેથી તાલુકા પોલીસમાં ગોડાઉન ભાડે રાખનાર અશ્વિન સામત રાવલિયા અને દાનો જથ્થો મોકલનાર બંને બુટલેગરો સહિત ત્રણસામે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દાનો જથ્થો ઝડપાવા મામલે સ્થાનિક પોલીસના તપેલા ચડી જાય તેવી સંભાવના સેવાઈ રહી છે
સ્થાનિક પોલીસ સફાળી જાગી: ગોડાઉન માલિક મહિલા સામે જાહેરનામા ભંગની ફરિયાદ
જૂનાગઢમાં માખીયાળા ગામની સીમમાં એવન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી .૧૦ લાખની કિંમતનો દા ઝડપી લીધો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસને ઐંઘતી રાખી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના સફળ દરોડામાં જૂનાગઢ પોલીસની કહેવાતી તપાસની ડ્રાઇવની પોલ ખુલી હતી. દા ઝડપાયા બાદ તપાસ કરતા ગોડાઉનના માલિક યશ્વીબેન રાજેશભાઈ ચૌહાણ રહે રાજકોટ હોવાનું અને તેઓએ જૂનાગઢના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ રાવલિયાને ભાડે આપ્યાનું તપાસમાં સામે આવ્યું હતું. દા ઝડપાયા બાદ પોલીસે હવે જાણ કર્યા વગર ગોડાઉન ભાડે આપ્યા મામલે ગોડાઉન માલિક મહિલા સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યેા હતો.દા ઝડપાયા બાદ પોલીસે ગુનો નોંધ્યો પરંતુ અત્યાર સુધી કોઈ તપાસ કેમ ન કરાય તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાય છે. જુનાગઢ જીઆઇડીસી વિસ્તારમાં પણ આ પ્રમાણે પરબારા ગોડાઉન ભાડે આપવામાં આવી રહ્યા છે. પોલીસ ત્યાં પણ તપાસ કરે તો અનેક સામે કાર્યવાહી થવાની શકયતા ન કરી શકાતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરુકમણીનું હરણ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ દોડાવ્યો હતો રથ
April 04, 2025 02:41 PMમધુવનમાં આવેલ કદમકુંડનું અને ઐતિહાસિક મહત્વ
April 04, 2025 02:39 PMB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech