B12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક

  • April 04, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિટામિન B12 શરીર માટે ખૂબ જ મહત્વનું પોષક તત્વ છે. ખાસ કરીને ચેતાતંત્ર, રક્તકણો અને ડીએનએ બનાવવાનું કામ કરે છે. વિટામિન B12 ની ઉણપ શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. આમાં નબળાઈ, થાક, માનસિક સમસ્યાઓ અને સ્નાયુઓમાં દુખાવા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.


ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે શરીરમાં વિટામિન B 12 ની ઉણપ ટાળવા માટે સ્વસ્થ આહારનો સમાવેશ કરો. વિટામિન B12 નો મોટાભાગનો સ્ત્રોત માંસાહારી ખોરાક છે પરંતુ જો શાકાહારી છો તો આહારમાં ડ્રાયફ્રુટનો સમાવેશ કરી શકો છો. નિષ્ણાતો કહે છે કે દરરોજ ડ્રાયફ્રૂટનું પાણી પીવાથી શરીરમાં આ વિટામિનની ઉણપ થતી નથી.


કયા ડ્રાયફ્રુટનું પાણી પીવું જોઈએ?


નિષ્ણાતો કહે છે કે બદામ, કાજુ, કિસમિસ, અખરોટ અને અંજીરને આખી રાત પલાળી રાખવા જોઈએ. સવારે ખાલી પેટે આ ડ્રાયફ્રુટનું પાણી પીવાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ રહેતી નથી. જાણો ડ્રાયફ્રૂટના પાણીને ડાયટમાં કેવી રીતે સામેલ કરવું.


  • સૌ પ્રથમ બધા ડ્રાયફ્રુટને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.


  • સવારે, આ પલાળેલા ડ્રાયફ્રુટને પાણીમાંથી બહાર કાઢો.


  • હવે આ પાણીને ગાળી લો.


  • આ પાણીને હુંફાળું પીવો અને જો ઈચ્છો તો સ્વાદ વધારવા માટે તેમાં એક ચમચી મધ ઉમેરી શકો છો.


  • દરરોજ સવારે ખાલી પેટે આ પાણી પીવાથી શરીરને એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.


ડ્રાયફ્રુટનું પાણી પીવાના ફાયદા


ડ્રાયફ્રુટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. ડ્રાયફ્રુટમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. તેમાં નેચરલ સુગરની હાજરીને કારણે તે શરીરમાં તાત્કાલિક એનર્જી વધારવાનું કામ કરે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે પણ ડ્રાયફ્રુટ ખાવા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application