ગીર સોમનાથ જિલ્લ ાના એક ગ્રામ્ય વિસ્તારમાં છ વર્ષની બે નાની બાળાઓ સાથે એક નરાધમ યુવકે ચોકલેટની લાલચ આપી બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ કર્યાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટનાના પગલે પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના કલાકમાં જ ઝડપી લઇ તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની જુદી જુદી કલમો અન્યવે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બે માસૂમ સાથે ગામના જ યુવકે કુકર્મ કર્યુંની ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લ ાના સમુદ્રકાંઠાના એક ગામમાં રહેતો દિનેશ અમૃતલાલ ફૂલબારીયા (ઉં.વ.૩૩, ધંધો.મજૂરીકામ)એ પોતાના જ ગામમાં રહેતી છ વર્ષની ઉંમરની બે નાની માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગત તારીખ ૯/૩/૨૦૨૪ના રોજ સાંજના ૪ વાગયાની આસપાસ બે નાની માસૂમ બાળાઓઆ શેરીમાં રમી રહી હતી. ત્યારે આરોપીએ બંને માસૂમને ચોકલેટની લાલચ આપી આશરે ૨૦૦થી ૫૦૦ મીટરના અંતરે બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં આ નરાધમે બંને બાળાઓને નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ તેમજ હિનકૃત્ય આચર્યું હતું. જે બાદ આરોપી બંને બાળાઓને ત્યાં જ છોડી ભાગી ગયો હતો.
જે બાદ બંને માસૂમ રડતી રડતી શેરીમાં આવી હતી. બંને માસૂમની હાલત જોઈને આજુબાજુના લોકોને કાંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. જેથી બંને દીકરીઓના માતા-પિતાને જાણ કરી હતી. બંને દીકરીઓ પિતરાઈ બહેનો છે. ઘટના બાદ તેઓ ખૂબ હેબતાઈ ગઈ હતી. તેમના ગુપ્તાંગોમાંથી લોહી વહી રહ્યું હતું. માતાપિતાએ આ અંગે તપાસ કરતા તેમની જ બાજુની શેરીમાં રહેતો દિનેશ સાંજે બંને બાળકીઓને ચોકલેટની લાલચ આપી લઈ ગયો હોવાની હકીકત બહાર આવી હતી. જે બાદ પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ત્યાર બાદ બન્ને બાળાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સદનસીબે બન્ને બાળાઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે પોલીસ પણ તુરંત એક્શનમાં આવી હતી અને દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ ૮. ૩૭૬, ૩૬૩, ૩૫૪, ૩૫૪(૧), ૩૫૪ તથા પોક્સો કલમ ૪, ૬, ૮, ૧૦, ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMનશો કરી ડમ્પરના પાછલા ટાયર પાસે સુઈ ગયેલો યુવાન ડમ્પર રિવર્સ આવતા ચગદાયો
June 06, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech