શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં રવિવારના રોજ ભાવનગરના તેર વોર્ડમાં નિ:શુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દર્દીઓને નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ, દવાઓ અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વોર્ડમાં ભાવેણાવાસીઓએ આ સેવાકાર્યનો લાભ લીધો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, મેયર ભરત બારડ, ત્રણેય મહામંત્રી ઓ અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, સ્ટે. ચેરમેન રાજુ રાબડીયા સહિત શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપના તમામ જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ આ ફ્રી નિદાન મેડિકલ કેમ્પ સેવાકાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech