ઉત્તર મેસેડોનિયાના દક્ષિણી શહેર કોકાનીના એક નાઇટ ક્લબમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં 51 લોકો ભડથું થઈ ગયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે.
ઉત્તર મેસેડોનિયાના દક્ષિણી શહેર કોકાનીના એક નાઇટ ક્લબમાં શનિવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 51 લોકોના મોત થયા છે અને લગભગ 100 અન્ય ઘાયલ થયા છે. અગ્નિશમન વિભાગ જ્યારે મદદ માટે પહોંચ્યું, ત્યાં સુધીમાં આ લોકોના જીવ જઈ ચૂક્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રી પાંસે તોશકોવસ્કીએ એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. તોશકોવસ્કીએ જણાવ્યું કે આગ મોડી રાત્રે 2:35 વાગ્યે એક સ્થાનિક પોપ ગ્રુપના સંગીત કાર્યક્રમ દરમિયાન લાગી. તેમણે કહ્યું કે ક્લબમાં ગયેલા યુવાનોએ આતશબાજી કરી, જેના કારણે આગ લાગી. પરિવારના સભ્યો હોસ્પિટલો અને કોકાનીમાં કચેરીઓ સામે એકઠા થઈને અધિકારીઓ પાસે આ સંબંધમાં વધુ માહિતી આપવાની વિનંતી કરી રહ્યા છે. તોશકોવસ્કીએ કહ્યું કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ તેમણે તે વ્યક્તિની સંડોવણી વિશે વિગતવાર માહિતી આપી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એસ્ટેટ શાખાનો તળાવની પાળે તેમજ જી.જી. હોસ્પિટલ રોડ પર દબાણ હટાવવાના મુદ્દે ફરી સપાટો
March 17, 2025 10:19 AMમોબાઈલના સ્ટેટ્સએ યુવકનો જીવ લીધો: કૌટુંબિક ભત્રીજાના હાથે કાકાની હત્યા
March 17, 2025 10:17 AMજામનગરમાં ગેરકાયદે મંજૂરી વગરનો મેળો એસ્ટેટ શાખાએ બંધ કરાવ્યો
March 17, 2025 10:15 AMભારત બનાવવા જઈ રહ્યું છે 5મી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ
March 17, 2025 10:15 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech