રેવન્યુ તલાટીના જાહેર થયેલ અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિમાં અનેક વિસંગતતાઓ રહેલી છે. પેપર ચેકીંગ, માકર્સ, પરીક્ષા પદ્ધતિ, સહિતના મુદ્દે ઉમેદવારોને મુશ્કેલી થશે. જેથી વિધાર્થીઓએ રેવન્યુ તલાટી પરીક્ષાના ગ્રેડ–પેે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા ગુજરાત યુવા સેવા સમિતિ વતી ઉમેદવારોએ જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.તાજેતરમાં રેવન્યુ તલાટી સંવર્ગનો નવો અભ્યાસક્રમ જાહેર કરાયો છે. જેમાં ૨૦૦ માર્કસની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ ,ભૂગોળ વારસો, અર્થતત્રં પર્યાવરણ સહિતના વિષયનો સમાવેશ કરાયો છે. મુખ્ય પરીક્ષામાં ૩૫૦ માકર્સના ત્રણ પેપર રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી અંગ્રેજીનું ૧૦૦ માકર્સ અને ૧૫૦ માર્ક ગુજરાત ઇતિહાસ વિજ્ઞાન ટેકનોલોજી બંધારણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. અંગ્રેજીનું પેપર મેનડેટરી બનાવી દીધું છે. જીપીએસસીમાં અંગ્રેજીનું પેપર કવોલીફાઈગ છે. જેથી ૧૯૦૦ ગ્રેડ–પેની મહેસુલી તલાટી સંવર્ગની પરીક્ષા નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા જેવી ન હોવી જોઈએ. જેથી આવી અઘરી પરીક્ષા પદ્ધતિથી આખી પ્રક્રિયા પૂર્ણ થતા એક વર્ષ થશે. રાયમાં નાયબ ચીટનીશ, બેન્કિંગ અને મદદનીશ ઇજનેર સહિતની પરીક્ષા એમસીકયુ આધારિત લેવાય છે પરંતુ રેવન્યુ તલાટીની પરીક્ષા જટિલ કરવામાં આવી છે.નવી પદ્ધતિમાં ઉમેદવારોએ લખેલ જવાબવહી પણ આપવામાં આવશે નહી. જેથી લેખિતમાં માકર્સ આપવામાં ભ્રષ્ટ્રાચાર અથવા માનીતાઓને પણ લેવામાં આવી શકે છે. એમસીકયુમાં પરીક્ષા લેવામાં આવે તો ઉમેદવાર કોર્ટમાં જઈ શકે છે, નવી અભ્યાસક્રમની પદ્ધતિથી છેવાડાના વિધાર્થીઓને વધુ મુશ્કેલી થશે. પેપર ચેકીંગમાં જીપીએસસી જેવી સંસ્થા પણ ૫થી ૭ હજાર જવાબ વહી ચેક કરવામાં ભૂલો જોવા મળે છે. તો ૧૨ હજાર જવાબવહી ન્યાયપૂર્ણ ચેક થશે તે અંગે પણ વિધાર્થીઓમાં અસંમજતા ઉભી થઈ છે.
પરીક્ષા ઓફ લાઈન એમસીકયુ બેઝથી લેવામાં આવશે કે ઓનલાઇન સીબીઆરટી મુજબ તેનું પણ સ્પષ્ટ્રીકરણ થયું નથી. જેથી ઉમેદવારોને અસમજતા થઈ છે. ફિકસ પેની કલાસ–૩ની નોકરીમાં ૩૫૦ માર્કસનું લેખિત પેપર અન્યાયકારી હોવાનું જણાવી પરીક્ષા ઓબ્જેકટીવ એમસીકયુ પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ સાથે ટેટ–ટાટ ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech