શાહરૂખ ખાનને થોડા દિવસ પહેલા ધમકી મળી હતી. જે બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી. હવે તેને ધમકી આપનાર વ્યક્તિ ફૈઝાન ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ધમકી આપવાના કેસમાં ફૈઝાન ખાનની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસ વહેલી સવારે રાયપુર પહોંચી હતી. મુંબઈ પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે આજે સવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ રજૂ કરશે. જે બાદ તેને તાત્કાલિક બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે.
ફૈઝાન ખાને કહી આ વાત
ફૈઝાન ખાને કહ્યું હતું કે તે બાંદ્રા પોલીસને નિવેદન આપવા માટે 14મીએ મુંબઈ આવશે. જો કે, તેને છેલ્લા બે દિવસથી ઘણી ધમકીઓ મળી રહી હતી, તેથી તેણે મુંબઈ કમિશનરને પત્ર લખ્યો કે તેની સુરક્ષાના કારણોને ટાંકીને તે શારીરિક રીતે નહીં પરંતુ ઓનલાઈન દ્વારા હાજર થશે. પરંતુ મુંબઈ પોલીસ ફૈઝાનના જવાબથી સંતુષ્ટ નતી.
5મી નવેમ્બરે કરવામાં આવી હતી FIR
શાહરૂખ ખાને હાલમાં જ તેનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વખતે સુરક્ષાના કારણોસર શાહરૂખ ખાન તેના જન્મદિવસ પર ચાહકોને શુભેચ્છા આપવા મન્નતની બહાર આવ્યો ન હતો. ચાહકોને બહાર રહેવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. શક્ય છે કે આ ધમકી થોડા દિવસો પહેલા મળી હોય. આ પછી મુંબઈ પોલીસે સુરક્ષા વધારી હશે. વાસ્તવમાં 5મી નવેમ્બરે FIR દાખલ કરવામાં આવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ડંકી જોવા મળ્યો હતો. હવે તે આવતા વર્ષે પુત્રી સુહાના સાથે કિંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં પહેલીવાર પિતા-પુત્રીની જોડી જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech